Home» Women» Home Decor» Monsoon proof home

મોન્સૂન પ્રૂફ હોમ બનાવી ચિંતા કરો દૂર

જીજીએન ટીમ દ્વારા | June 18, 2012, 12:24 PM IST

અમદાવાદ : મેઘરાજા ધીરે ધીરે પોતાની સવારી  આગળ વધી રહ્યા છીએ. એ જોતા હવે આપણે ઘરને મોન્સૂન પ્રૂફ બનાવવાની તૈયારી આરંભી દેવી જોઈએ. ચોમાસાને આનંદપૂર્વક માણવા માટે એ જરૂરી છે કે, ઘરમાં ચોમાસાની સુરક્ષાને લગતી તમામ તૈયારીઓ થઈ ચૂકી હોય.

વરસાદના આનંદને માણવા તમે પણ હવે ઝડપથી ઘરમાં ફ્લોરિંગ,પેસ્ટ કંટ્રોલ, પાણી ચપકતું હોય જેવી બાબતોની ચકાસણી કરાવીને સમારકામ પતાવી દો.

વાયરિંગ સેફ બનાવી દો

ચોમાસા દરમિયાન પાણીને કારણે શોટ સર્કિટ થવાની સમસ્યા સર્જાતી હોય છે અથવા તો ખુલ્લા વાયરોને કારણે કરંટ લાગવાની બીક પણ રહેતી હોય છે. એટલે આવું ખુલ્લું વાયરિંગ હોય તેને પહેલા સરખું કરાવી લેવું. આ ઉપરાતં જે પણ ઇલેકટ્રિક એપ્લાયન્સીસ વાપરો તે કાળજીપૂર્વક વાપરો.

ફર્નિચરની કાળજી

મોટાભાગે શિયાળામાં લાકડાનું ફર્નિચર ફૂલી જતું હોય છે ખાસ કરીને દરવાજા. એટલે પહેલે થીજ ઘરના દરવાજા તથા જાળીઓની વચ્ચે તેલ કે ગ્રીસ લગાવી લેવું. જેથી દરવાજા અન બારીઓ સરળતાથી ખેલ બંધ કરી શકાય

બારી પર વાછટિયા લગાવવા

એપાર્ટમેન્ટમાં રહેતા હો કે ટેનામેન્ટમાં જો તમે રી પર ઢળતા વાછટિયા લગાવી દીધા હશે તો વરસાદની વાછટથી આવેલું પાણી બારી કરતા દૂર પડશે. એટલે ઘર ભીનું નહીં થાય. આ ઉપરાતં જેટલા ભાગ વાછટિયા કે વિન્ડો શેડથી કવર કર્યો હશે, તેનાથી એટલી જગ્યા કોરી પણ રહેશે.

ગાર્ડન ટ્રિમિંગ

ગાર્ડન સજાવેલો હોય અથવા તો તમારા કપાઉન્ડમાં મોટા મોટા ઝાડ હોય તો ચોમાસામાં તેની કેટલીક ડાળીઓ કપાવી નાખો. કારણ કે મોટા વૃક્ષોની ડાળીઓ ધાબા પર કે ઘરમાં આવતી હોય તો તેના કારણે ઘરમાં સતત ભેજ રહે છે જે યોગ્ય નથી.

આ ઉપરાંત જે વેલ અને પ્લાન્ટસ ખૂબ ફેલાઈ ગયા  હોય તેને ટ્રીમ કરીને નાના કરી નાખવા, જેથી કોઈ જીવજતું આવવાનો ડર ન રહે.

પેસ્ટ કંટ્રોલની દવા નાખવી

વરસાદમાં વંદા. લાકડામાં આવતી જીવાત, ઝીણા જીવજંતુઓથી ખૂબ સમસ્યા સર્જાતી હોય છે.તેના માટે પેસ્ટ કંટ્રોલની પ્રોસેસ કરાવી લેવી. ઘરમાં કે ઓફિસમાં આ પ્રકારની સમસ્યા ન હોય તો ફણ વરસાદ પહેલાં પેસ્ટ કંટ્રોલ કરાવી લેવું.

જો ઘરમાં કે ઓફિસમાં લાકડાનું ફર્નિચર વધારે હોય તો તો ભૂલ્યા વિના પેસ્ટ કંટ્રોલરને બોલાવી લેવો જોઈએ.

વરસાદ ધોધમાર વરસે તે પહેલા આવી પ્રાથમિક તૈયારીઓથી સજ્જ રહેશો તો વરસાદના મહિનાઓ દરમિયાન આરામથી આ મૌસમને માણી શકશો

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %