Home» Social Media » Net-Surfing» Money and internet weaning people off sex

સેક્સ લાઈફને તહસનહસ કરી નાખતું સોશિયલ મીડિયા

એજન્સી | April 14, 2014, 02:08 PM IST

લંડન :
ફેસબુક, ટ્વિટર જેવી સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ તથા પૈસાનું ટેન્શન યુવાનોની સેક્સ લાઈફ બરબાદ કરી રહી હોવાનું એક નવા સંશોધનમાં જાણવા મળ્યું છે. સોશિયલ મીડિયા પર વધુ સમય ગાળવાના અને આર્થિક સમસ્યાથી ઉભા થતા તણાવને કારણે યુવાનોની સેક્સ લાઈફમાં મુશ્કેલી ઊભી થઈ રહી હોય તેવા લોકોનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે.
 
15000 બ્રિટનવાસીઓ પર કરવામાં આવેલા રિસર્ચમાં જાણવા મળ્યું હતું કે, 16થી 44 વર્ષના લોકો મહિનામાં પાંચ વારથી પણ ઓછો સમય સુધી સેક્સ કરતા હતા. રિસર્ચ સાથે સંકળાયેલા એક વિશેષજ્ઞએ જણાવ્યું હતું કે, મોર્ડન લાઈફ દંપત્તીના યૌન સંબંધને પૂરી રીતે પ્રભાવિત કરી રહી છે. આજના યુવાનો નોકરી અને પૈસાની તાણના કારણે હંમેશા તણાવમાં રહેતા હોય છે. જેના કારણે તેઓ સેક્સમાંથી રૂચિ ગુમાવી દે છે.
 
યુનિવર્સિટી કોલેજ લંડન સાથે સંકળાયેલા ડો. કૈથ મર્સરે જણાવ્યું હતું કે, એડવાન્સ અને આધુનિક ટેક્નોલોજીના કારણે આવી પરિસ્થિત પેદા ઉભી થઈ છે. આજકાલ લોકો પોતાના બેડરૂમમાં પણ ટેબલેટ તથા સ્માર્ટફોન દ્વારા ફેસુબક-ટ્વિટર પર જોડાયેલા રહે છે. તેઓ સતત ઈમેલનું આદાન-પ્રદાન કરતાં રહે છે. આવી ટેવના કારણે તેઓ સેક્સમાંથી રસ ગુમાવી બેસે છે.
 
સરવેમાં એવું પણ જાણવા મળ્યું હતું કે, આ પ્રકારના ટ્રેન્ડમાં 16થી 44 વર્ષના લોકો સેક્સના વિકલ્પ તરીકે પોર્ન ફિલ્મો જોવા લાગે છે. નેટસેન સોશિયલ રિસર્ચ દ્વારા કરાવવામાં આવેલા સર્વે વિશ્લેષણ યુનિવર્સિટી કોલેજ લંડન અને લંડન સ્કૂલ ઓફ હાયજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિનના રિસર્ચરો દ્વારા કરવામાં આવ્યું હતું.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %