આજે સાંજે પાંચ વાગ્યા સુધીના પ્રથમ સત્રમાં એમસીએક્સ પર 1,97,723 સોદામાં રૂ.10,606.53 કરોડ (ગઈકાલે રૂ.8,074.30 કરોડ)નું ટર્નઓવર થયું હતું, જેમાં સોના-ચાંદીનો હિસ્સો રૂ.4,647.62 કરોડ (ગઈકાલે રૂ.3,551.64 કરોડ)નો હતો.
આજે સોનામાં 14,047 સોદામાં રૂ.1,947.26 કરોડનાં 6,637 કિલો (ગઈકાલે રૂ.2,184.82 કરોડનાં 7,492 કિલો)નાં કામ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ 16,003 કિલોનો હતો. વિદેશોની તેજી પાછળ આજે બંને કીમતી ધાતુઓના વાયદામાં ઉછાળો હતો. ચાંદીમાં વિશેષ ગરમી હતી. સોનાના વાયદા રૂ.90થી રૂ.156 જેટલા વધ્યા હતા. ચાલુ વાયદામાં એપ્રિલ વાયદો રૂ.113 વધી રૂ.29,297, જૂન રૂ.142 વધી રૂ.28,911 અને ઓક્ટોબર રૂ.120 વધી રૂ.28,900 રહ્યા હતા. મિની વાયદામાં માર્ચ રૂ.90 વધી રૂ.29,816 અને મે રૂ.100 વધી રૂ.29,074 રહ્યા હતા. ગિનીના વાયદા રૂ.54થી રૂ.85 અને પેટલના રૂ.8થી રૂ.10 વધ્યા હતા. ગિનીનો ફેબ્રુઆરી વાયદો રૂ.54 વધી રૂ.24,028 અને એપ્રિલ રૂ.85 વધી રૂ.23,648 રહ્યા હતા. પેટલનો ફેબ્રુઆરી વાયદો રૂ.8 વધી રૂ.3,024 અને માર્ચ રૂ.10 વધી રૂ.2,975 રહ્યા હતા.
ચાંદીમાં બમણાં કામકાજ થયાં હતાં. આજે 65,972 સોદામાં રૂ.2,700.36 કરોડની 590.960 ટન (ગઈકાલે રૂ.1,366.82 કરોડની 305.168 ટન) ચાંદીનો ધંધો થયો હતો. ઓપન ઈન્ટરેસ્ટ 634.775 ટનનો હતો. ગઈકાલે ચાંદીના વાયદામાં મામૂલી સુધારો હતો, પણ આજે રૂ.700થી રૂ.800થી વધુનો ઉછાળો હતો. ચાલુ વાયદામાં માર્ચ વાયદો રૂ.729 વધી રૂ.45,651, મે રૂ.801 વધી રૂ.46,601 અને જુલાઈ રૂ.749 વધી રૂ.47,452 રહ્યા હતા. મિની વાયદામાં ફેબ્રુઆરી રૂ.721 વધી રૂ.45,666, એપ્રિલ રૂ.815 વધી રૂ.46,639 અને જૂન સૌથી વધુ રૂ.818 વધી રૂ.47,583 રહ્યા હતા. માઈક્રો વાયદા રૂ.722થી રૂ.812 જેટલા વધ્યા હતા. માઈક્રો ફેબ્રુઆરી રૂ.722 વધી રૂ.45,667 અને એપ્રિલ રૂ.812 વધી રૂ.46,639 રહ્યા હતા.
કૃષિચીજોમાં કપાસનો માર્ચ વાયદો 20 કિલોદીઠ 20 પૈસા અને એપ્રિલ રૂ.2.50 ઘટી અનુક્રમે રૂ.927.80 અને રૂ.968.60 બંધ રહ્યા હતા. કોટનના દૂર ડિલિવરીના જુલાઈ વાયદામાં અપવાદરૂપ રૂ.60 વધી રૂ.22,240 થયો હતો, જ્યારે કોટનના અન્ય વાયદા ગાંસડીદીઠ રૂ.30થી રૂ.100 જેટલા નરમ બંધ થયા હતા. કોટન ફેબ્રુઆરી વાયદો રૂ.70 ઘટી રૂ.20,640 બંધ રહ્યો હતો. સીપીઓના ચારેય વાયદા 10 કિલોદીઠ રૂ.3.90થી રૂ.4.90 સુધર્યા હતા. સીપીઓ ફેબ્રુઆરી વાયદો રૂ.4.40 વધી રૂ.558.90 બંધ હતો. એલચીમાં કિલોદીઠ 10 પૈસાથી રૂ.7.60ની મિશ્ર વધઘટ હતી. એલચી ફેબ્રુઆરી રૂ.5.90 વધી રૂ.699.70 અને જૂન રૂ.7.60 ઘટી રૂ.881ના સ્તરે રહ્યા હતા. બટેટા-આગ્રાના માર્ચ વાયદામાં 10 પૈસાના સુધારાને બાદ કરતાં અન્ય વાયદા રૂ.3.60થી રૂ.13.90 ઢીલા હતા. બટેટા-આગ્રા એપ્રિલ 100 કિલોદીઠ રૂ.3.60 ઘટી બંધમાં રૂ.1,156.50 રહ્યો હતો. મેન્થા તેલના ચારેય વાયદા કિલોદીઠ રૂ.8.20થી રૂ.10.40ની રેન્જમાં ઘટ્યા હતા. મેન્થા તેલ ફેબ્રુઆરી રૂ.10.40 ઘટી રૂ.763.80 બંધ રહ્યો હતો.
કપાસમાં 293 સોદામાં રૂ.6.10 કરોડનાં 1,264 ટન, કોટનમાં 2,201 સોદામાં રૂ.160.55 કરોડનાં 76,925 ગાંસડી, સીપીઓમાં 3,753 સોદામાં રૂ.305.28 કરોડનાં 54,220 ટન, એલચીમાં 2,399 સોદામાં રૂ.21.97 કરોડનાં 272 ટન, બટેટા-આગ્રામાં 1,697 સોદામાં રૂ.33.69 કરોડનાં 29,325 ટન અને મેન્થા તેલમાં 2,435 સોદામાં રૂ.81.07 કરોડનાં 1,048 ટનના વેપાર થયા હતા.
બિનલોહ ધાતુઓમાં તાંબુ અને નિકલમાં મિશ્ર વધઘટ હતી. એલ્યુમિનિયમ, સીસું અને જસતમાં સુધારો હતો. એલ્યુમિનિયમના વાયદા 15 પૈસાથી રૂ.1.85, સીસાના 45 પૈસાથી 50 પૈસા અને જસતના 55 પૈસાથી 80 પૈસા જેટલા વધ્યા હતા. તાંબામાં 55 પૈસાથી રૂ.1.05 અને નિકલમાં રૂ.2થી રૂ.3.90ની મિશ્ર વધઘટ હતી.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદા બેરલદીઠ રૂ.37થી રૂ.62 નરમ હતા. ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.62 ઘટી રૂ.6,191 બંધ હતો. નેચરલ ગેસમાં રૂ.1.40થી રૂ.9.90નો સુધારો ભાવમાં થયો હતો. નેચરલ ગેસ ફેબ્રુઆરી એમએમબીટીયૂદીઠ રૂ.9.90 વધી રૂ.328.60 બંધ હતો.
કોમડેક્સ 4035.32 ખૂલી, ઊપરમાં 4053.36 અને નીચામાં 4033.50ના મથાળે રહી પ્રથમ સત્રનાં અંતે 0.73 પોઈન્ટ ઘટી 4033.98 બંધ રહ્યો હતો. અંતર્ગત આંકોમાં મેટલ ઈન્ડેક્સ 27.24 પોઈન્ટ વધી 4860.48 અને એગ્રી ઈન્ડેક્સ 7.90 પોઈન્ટ વધી 2491.10 બંધ રહ્યા હતા, જ્યારે એનર્જી ઈન્ડેક્સ 34.62 પોઈન્ટના ઘટાડા સાથે 4382.32 બંધ રહ્યો હતો.
DP
એમસીએક્સ ખાતે આજનો વેપાર
મુંબઇ :
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: