એમસીએક્સ પર ગુરૂવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 1,47,573 સોદામાં રૂ.8,074.30 કરોડ (ગઈકાલે રૂ.8,118.20 કરોડ)નું ટર્નઓવર થયું હતું, જેમાં સોના-ચાંદીનો હિસ્સો રૂ.3,551.64 કરોડ (ગઈકાલે રૂ.2,546.14 કરોડ)નો હતો.
કૃષિચીજોમાં કોટનના વાયદામાં ગાંસડીદીઠ રૂ.30થી રૂ.850ની મિશ્ર વધઘટ હતી. કોટનના કુલ છ વાયદામાંથી ચાર વાયદા રૂ.50થી રૂ.70 નરમ હતા, જ્યારે બે વાયદામાં રૂ.30થી રૂ.850ની વૃદ્ધિ ભાવમાં રહી હતી. કોટનનો દૂર ડિલિવરી જુલાઈ વાયદો આગલા રૂ.21,330ના બંધ સામે રૂ.22,180 ખૂલી, ઊપરમાં રૂ.22,180 અને નીચામાં રૂ.22,180ના મથાળે અથડાઈ સાંજે ત્રણ ટકાની તેજીની સર્કિટ સાથે રૂ.850 ઊછળી રૂ.22,180 બંધ થયો હતો. કોટનનો ફેબ્રુઆરી વાયદો રૂ.70 ઘટી બંધમાં રૂ.20,710ના ભાવ હતા. કપાસનો માર્ચ વાયદો 20 કિલોદીઠ રૂ.931 ખૂલી, ઊપરમાં રૂ.936.30 અને નીચામાં રૂ.926 સુધી જઈ સત્રનાં અંતે રૂ.3.40 ઘટી રૂ.928 બંધ રહ્યો હતો, જ્યારે એપ્રિલ વાયદો રૂ.5.60ના ભાવઘટાડા સાથે બંધમાં રૂ.971.10 રહ્યો હતો. સીપીઓના ચારેય વાયદા 10 કિલોદીઠ રૂ.5.40થી રૂ.6.30 અને એલચીના વાયદા કિલોદીઠ રૂ.1.20થી રૂ.14.20 જેટલા સુધર્યા હતા. સીપીઓ ફેબ્રુઆરી વાયદો રૂ.5.40 વધી રૂ.554.50 અને એલચી ફેબ્રુઆરી રૂ.2.60 વધી રૂ.693.80ના સ્તરે રહ્યા હતા. બટેટા-આગ્રાના તમામ વાયદા રૂ.3.40થી રૂ.36.60 જેટલા વધ્યા હતા. બટેટા-આગ્રા માર્ચ વાયદો રૂ.3.40 વધી રૂ.1,117.80 બંધ હતો. મેન્થા તેલમાં 10 પૈસાથી રૂ.2.70ની મિશ્ર વધઘટ કિલોદીઠ ભાવમાં રહી હતી. મેન્થા તેલ ફેબ્રુઆરી વાયદો 90 પૈસા વધી રૂ.774.20 થયો હતો, જ્યારે મે વાયદો રૂ.2.70 ઘટી બંધમાં રૂ.775.20 રહ્યો હતો.
કપાસમાં 1,564 ટન, કોટનમાં 1,33,275 ગાંસડી, સીપીઓમાં 49,130 ટન, એલચીમાં 605 ટન, બટેટા-આગ્રામાં 20,595 ટન અને મેન્થા તેલમાં 936 ટનનાં કામકાજ સાથે ઓપન ઈન્ટરેસ્ટ કપાસમાં 3,592 ટન, કોટનમાં 4,76,000 ગાંસડી, કપાસખોળમાં 750 ટન, સીપીઓમાં 87,460 ટન, એલચીમાં 595 ટન, બટેટા-આગ્રામાં 78,150 ટન અને મેન્થા તેલમાં 2,652 ટનના સ્તરે રહ્યો હતો.
આજે સોનામાં 15,238 સોદામાં રૂ.2,184.82 કરોડનાં 7,492 કિલો (ગઈકાલે રૂ.1,640.76 કરોડનાં 5,642 કિલો)નાં કામ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ 15,719 કિલોનો હતો. ચાલુ વાયદામાં રૂ.1,850.60 કરોડનાં 6,360 કિલો, મિની વાયદામાં રૂ.329.57 કરોડનાં 1,117 કિલો, ગિનીમાં રૂ.2.79 કરોડનાં 9 કિલો અને પેટલમાં રૂ.1.86 કરોડનાં 6 કિલોના વેપાર થયા હતા.
સોનાના વાયદામાં આજે મિશ્ર વલણ હતું. છ વાયદામાંથી ચાર વાયદામાં રૂ.6થી રૂ.38નો ઘટાડો હતો, જ્યારે બે વાયદામાં રૂ.27થી રૂ.52નો સુધારો હતો. ચાલુ વાયદામાં એપ્રિલ વાયદો રૂ.27 વધી રૂ.29,159, જૂન રૂ.38 ઘટી રૂ.28,733 અને ઓગસ્ટ રૂ.52 વધી રૂ.28,621 રહ્યા હતા. મિની વાયદામાં માર્ચ વાયદો રૂ.12 ઘટી રૂ.29,686, ગિની ફેબ્રઉઆરી રૂ.17 વધી રૂ.23,977 અને પેટલ માર્ચ રૂ.1 વધી રૂ.2,963 બંધ રહ્યા હતા.
ચાંદીમાં આજે 34,723 સોદામાં રૂ.1,366.82 કરોડની 305.168 ટન (ગઈકાલે રૂ.905.38 કરોડની 202.610 ટન) ચાંદીનો ધંધો થયો હતો. ઓપન ઈન્ટરેસ્ટ 678.620 ટનનો હતો. ચાલુ વાયદામાં રૂ.936.18 કરોડની 209.100 ટન, મિની વાયદામાં રૂ.306.05 કરોડની 68.285 ટન અને માઈક્રો વાયદામાં રૂ.124.59 કરોડની 27.782 ટન ચાંદીના વેપાર થયા હતા.
ચાંદીમાં રૂ.7થી રૂ.47ની મિશ્ર વધઘટ હતી. ચાલુ વાયદામાં માર્ચ વાયદો રૂ.10 ઘટી રૂ.44,829 અને મે રૂ.8 વધી રૂ.45,712 રહ્યા હતા. મિની ફેબ્રુઆરી રૂ.19 ઘટી રૂ.44,846 અને માઈક્રો ફેબ્રુઆરી રૂ.14 ઘટી રૂ.44,847 બંધ રહ્યા હતા.
બિનલોહ ધાતુઓમાં સાર્વત્રિક સુધારો હતો. તાંબાના જૂન વાયદામાં ત્રણ ટકાની તેજીની સર્કિટ લાગી હતી અને ભાવ આગલા રૂ.454.80ના બંધ સામે કિલોદીઠ રૂ.15.60 વધી રૂ.470.40 બંધ રહ્યો હતો. કિલોદીઠ તાંબુ ફેબ્રુઆરી વાયદો 75 પૈસા વધી રૂ.446.60, નિકલ ફેબ્રુઆરી રૂ.5 વધી રૂ.894.70, એલ્યુમિનિયમ ફેબ્રુઆરી 55 પૈસા વધી રૂ.105.95 અને જસત ફેબ્રુઆરી 55 પૈસા સુધરી રૂ.126.15 બંધ રહ્યા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો બેરલદીઠ રૂ.5 ઘટી રૂ.6,215 બંધ હતો, જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી એમએમબીટીયૂદીઠ રૂ.1.20 સુધરી બંધમાં રૂ.309.50ના ભાવ હતા.
કોમડેક્સ 4018.31 ખૂલી, સાંજે પાંચ વાગ્યા સુધીમાં 5.29 પોઈન્ટના સુધારા સાથે 4023.60 બંધ રહ્યો હતો. અંતર્ગત આંકોમાં મેટલ ઈન્ડેક્સ 7.35 પોઈન્ટ વધી 4831.89 અને એગ્રી 24.12 પોઈન્ટ વધી 2483.20 રહ્યા હતા, જ્યારે એનર્જી ઈન્ડેક્સ 2.97 પોઈન્ટ ઘટી 4388.09 બંધ રહ્યો હતો.
DP
Reader's Feedback: