93 બાળકોની લાગણીશીલ જનેતા!
રાજકોટ : અનાથ બાળકોની સહાય માટે અનેકવિધ સંસ્થાઓ કાર્યરત છે પરંતુ આ સેવાકીય પ્રવૃતિઓ કરવા માટે કોઈ એક વ્યક્તિ જ કાર્યરત હોય તેવું તો ક્યારેક જ બને! સેવાકીય પ્રવૃત્તિ કોઈ મહિલા દ્વારા એકલા હાથે કરવામાં આવતી હોય એ તો અકલ્પનીય જ ગણી શકાય.
પોતાના કરિયરની પરવાહ કર્યા વિના પોતાના 3 બાળકો સહિત 90 અનાથ બાળકોની સેવાચાકરી કરતી મનન ચતુર્વેદી રાજકોટના આંગણે આવી હતી. અનાથ બાળકોના સારા ભવિષ્ય માટે સતત ઝઝૂમતી આ 93 બાળકોની માતાએ સતત 24 કલાક સુધી પેઈન્ટિંગ કર્યું હતું. આ પેઈન્ટિંગમાંથી જે કંઈ આવક થશે તે અનાથ બાળકોના સારા ભવિષ્ય માટે વપરાશે.
મૂળ જયપુરની મનન ચતુર્વેદી પોતે ફેશન ડિઝાઈનર છે. એક વખત તે કોઈ કામ માટે બજારમાં જતી હતી ત્યારે એક બાળક કપડા વિનાનું દેખાતા એનું મન વિચલિત થઇ ગયું હતું અને તેને અનાથ બાળકોને સાચવવાનો વિચાર આવ્યો હતો. ત્યારથી મનન અનાથ બાળકોને સાચવવાની કામગીરીમાં લાગી ગઈ છે.
મનનના લગ્ન પણ થઇ ગયા છે અને તેને પણ 3 બાળકો છે. ત્યારબાદ તેણે આ સેવાકીય પ્રવૃત્તિ વેગવંતી બનાવી. અત્યારે મનન પોતાના 3 બાળકો સહિત કુલ 93 બાળકોની પરવરિશ કરે છે. આ 93 બાળકોની પરવરિશ માટે મનનને દર મહીને અંદાજે રૂ. 5 લાખ જેટલો ખર્ચ થાય છે. તેને સરકાર તરફથી કાઈ સહાય મળતી નથી અને તે આ ખર્ચ માટે કોઈ પાસે સહાય પણ માંગતી નથી.
મનન ગામે ગામ પેઈન્ટિંગ કરીને તે વેચીને તેમાંથી જે ઉપજ થાય તેમાંથી આ ખર્ચ કાઢે છે. આજે રાજકોટમાં તેણે સતત 24 કલાક સુધી ઊભા ઊભા પેઈન્ટિંગ કરીને અનાથ બાળકો માટે અભૂતપૂર્વ મહેનત કરી હતી. અગાઉ મનન જયપુરમાં સતત 72 કલાક ઉભી રહીને પેઈન્ટિંગ કરી ચૂકી છે. પોતે ફેશન ડિઝાઈનર હોય તેને અમેરિકા જવાની પણ તક મળી હતી પરંતુ તેણે અનાથ બાળકોની સેવા કાજે પોતાનું ભાવિ ઘડાતું હતું તેવી ઓફર ઠુકરાવી દીધી હતી.
મનન અનાથ બાળકોના સારા અને ઉજળા ભવિષ્ય માટે સતત કાર્યશીલ રહે છે પોતાના બાળકોને સારું ભવિષ્ય મળે અને તે આગળ ભણી ગણીને સારી કક્ષાએ સ્થાયી થાય તેવા શુભ હેતુસર તે દિવસરાત જોયા વિના અવિરત મહેનત કરી રહી છે. અનાથ બાળકોની સેવા તો સૌ કોઈ કરતા હોય છે પરંતુ પોતાના જીવનનો ત્યાગ કરીને સતત મહેનત કરીને તેમાંથી થતી ઉપજમાંથી કોઈ સેવા કરતુ હોય તેવી કદાચ આ પહેલી વ્યક્તિ હશે.
JJ / KP

Related News:
- રાહુુલ દલિતોના ઘરે હનીમૂન અને પિકનીક મનાવવા જાય છે: રામદેવ
- જી રોહિણી દિલ્હી હાઈકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બન્યા
- ઘોર કળિયુગ! માતાએ સગીર દીકરીઓને મા બનવાનું કહ્યું
- બાળકના ઉછેર માટે મહિલાઓ બે વર્ષની રજા લઈ શકેઃ સુપ્રીમ કોર્ટ
- ઈરાની મહિલાઓને બુરાખામાં ઢંકાઈ રહેવું પસંદ નથીઃ ફેસબુક સર્વે
- રાજસ્થાનમાં હોડી ઉંધી વળી જતાં 11નાં મોત
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: