Home» Crime - Disaster» Crime» Loot near vapi gidc

વાપી જીઆઇડીસી નજીક આંગડીયા પેઢીમાં 28 લાખની લૂંટ

જીજીએન ટીમ દ્વારા | April 21, 2014, 05:25 PM IST

સુરત :

વાપી જીઆઇડીસી ચાર રસ્તા સ્થિત ગોવિંદા કોમ્પ્લેકસમાં આવેલી આંગડિયા પેઢીમાં સોમવારે વહેલી સવારે ત્રાટકેલા લૂંટારૂઓ રિવોલ્વરની અણીએ ૨૮ લાખની સનસનીખેજ લૂંટ કરીને ફરાર થઇ જતા ટાઉન અને એલસીબી પોલીસ દોડતી થઇ ગઇ હતી. હાલ આ કેસમા પોલીસ શંકાની દ્રષ્ટ્રીએ જોઇ રહી છે અને સીસીટીવી ફુટેજના આધારે તપાસમા જોતરાઇ ગઇ છે.

વાપી જીઆઇડીસી ચાર રસ્તા સ્થિત ગોવિંદા કોમ્પ્લેકસના દુકાન નંબર ૧૨૪માં આવેલી પટેલ મહેન્દ્ર સોમાભાઇ નામક આંગડિયા પેઢીમાં મેનેજર નિમેષ કાન્તીલાલ પટેલ તથા અન્ય બે કર્મચારીઓ ઓફિસમાં જ રહેતા હતા. સોમવારે સવારે મેનેજર અને કર્મચારીઓ સવારે છ કલાકે હજુ તો ઉઠયા જ હતા ત્યાં ત્રણ અજાણ્યા લૂંટારૂઓ રિવોલ્વર અને છરા જેવા ઘાતક હથિયાર સાથે ધસી આવ્યા હતાત્રણ લૂંટારૂ પૈકી એક લૂંટારૂએ મેનેજરના લમણે રિવોલ્વર ધરીને તિજોરીની ચાવી માગી હતી જ્યારે અન્ય બે લૂંટારૂએ છરા જેવા હથિયારથી હુમલો કરીને કબાટની તિજોરીમાંથી રોકડા રૂપિયા ૨૮ લાખની લૂંટ ચલાવી હતી.

ગણતરીના સમયમાં ત્રણેય લૂંટારૂઓ ૨૮ લાખની માતબર રકમની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. લૂંટના બનાવ અંગે પોલીસને જાણ કરાતા તાત્કાલિક પોલીસ કાફલો બનાવના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે નાકાબંધી અને વાહન ચેકિંગ કરીને લૂંટારૂંના સગડ મેળવવાના પ્રયાસ કર્યા છે..આ સમગ્ર લૂંટને હાલ તો પોલીસ પણ શંકાની નજરે જુએ છે. જે પેઢીમાં લૂંટ થઇ હતી તેના સીસી ટીવી કેમેરા બંધ કરી દેવામાં આવ્યા હતા. મેનેજરના જણાવ્યા મુજબ રાત્રે નવ વાગ્યે કેમેરા બંધ કરી દેવામાં આવે છે જે સવારે દસ કલાકે ચાલુ કરવામાં આવે છે. હાલ તો પોલીસે પડોશની પેઢીમાં લગાવેલા સીસી ટીવી ફૂટેજના આધારે તપાસ કરી કરી રહી છે.

DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %