
૧૨-જામનગર લોકસભા બેઠક માટે માન્ય રહેલા ફોર્મમાંથી ૧૦ પરત ખેચાયા હોય રપ ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા છે, 11 મુસ્લિમ ઉમેદવારો ચુંટણી જંગમાં છે, દરમ્યાન ઉમેદવારોને પ્રતિક ફાળવવાની કાર્યવાહી પણ ચાલુ છે. ઉમેદવારો સાથે જરૂરી મિટીગ કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જામનગર બેઠક ઉપરથી ભાજપ-કોંગ્રેસ-આપ-સપા-બસપા, કોમી એકતા પાર્ટીઓ તથા અપક્ષો અને ડીમ મળીને પ્રથમ તો ૩૭ ઉમેદવારી પત્રો ભરાયા હતાં જેમાં ચકાસણી દરમ્યાન બે ડમી ફોર્મ નીકળી ગયા હતાં અને ૩પ ઉમેદવારો માન્ય રહ્યા હતાં.
માન્ય રહેલા ઉમેદવારોમાંથી ફોર્મ પરત ખેચવા હોય તો તા. ૧૧ થી ૧રના બપોર સુધીની જે મુદત હતી તે દરમ્યાન કુલ ૧૦ અપક્ષોએ પોતાની ઉમેદવારી પરત ખેચી છે માટે રપ ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. આ ઉમેદવારોને ચૂંટણી સબંધી સાહિત્ય વિગતો અને પ્રતિક ફાળવવાની તથા તેમના બેક એકાઉન્ટ-ખર્ચ વગેરેની વિગત આપવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
બે મહિલા ઉમેદવારો
જામનગર લોકસભા બેઠકના કુલ રપ ઉમેદવારોમાંથી બે મહિલા ઉમેદવારો છે જેમાં એક ભાજપમાંથી તથા અન્ય એક અપક્ષ છે, આ ઉપરાંત લઘુમતી તા. ૧૧ ઉમેદવારો છે જેમાં રાષ્ટ્રીય કોમી એકતા પાર્ટી, સમાજવાદી પાર્ટીના તથા બસપાના એક-એક સિવાયના નવ ઉમેદવાર અપક્ષ રહ્યા છે.
આચારસંહિતા ભંગ નથી
જામનગર જિલ્લામાં સામાન્ય ફરિયાદો સંદર્ભે તપાસ કરાયા બાદ જુદા-જુદા સાત કિસ્સાઓમાં આચાર સંહિતા ભંગના ગુના બન્યા નથી. દરેક કેન્દ્ર ઉપર ર-ર ઇવીએમ જોઇન્ટ રહેશે ઇવીએમ દ્વારા મતદાન કરવાનું હોય જામનગર બેઠક માટે ર-ર ઇવીએમ જોઇન્ટ કરીને રાખવા પડશે કેમ કે એક ઇવીએમમાં ૧૬ નામ સમાઇ શકે હવે આ વખતે નાટો નન ઓફ ધ એબવ (ઉપરમાંથી કોઇપણ નહી) નું પણ બટન છે ત્યારે રપ ઉમેદવારોના નામ બે ઇવીએમમાં સમાઇ શકે અને નાટોનો સમાવેશ થાય માટે જામનગર બેઠક માટે ૩૩૦૦થી વધુ ઇવીએમની જરૂરિયાત રહેશે.
DP
Reader's Feedback: