
જામનગરમાં ઈન્દીરા માર્ગ પર આવેલા જિલ્લા ભાજપના કાર્યાલય 'અટલ ભવન'ની લીફ્ટમાં ખામી સર્જાતા લીફ્ટ અધ્ધવચ્ચે જ અટવાઈ જતાં ભાજપના પ કાર્યકર્તાઓ લીફટમાં ફસાઈ જતાં ભાજપ કાર્યાલય ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓમાં દોડધામ મચી ગઈ હતી.
જામનગરના અટલ ભવન ખાતે ગઈકાલે ભાજપની બેઠક મળી હતી. જેમાં ભાજપા પક્ષના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં. તે દરમ્યાન બેઠક પુરી થયા બાદ ભાજપા પક્ષના આગેવાન અને પુર્વ લોકસભાની ચુંટણી લડી ચુકેલા રમેશભાઈ મુંગરા અને તેમના સાથેના અન્ય ચાર આગેવાનો લીફ્ટમાં નીચે ઉતરી રહ્યા હતાં.
તે દરમ્યાન લીફ્ટમાં ખામી સર્જાતા લીફ્ટ અધવચ્ચે જ બંઘ થઈ જતાં પાંચેય શખ્સો લીફ્ટમાં ફસાઈ ગયા હતાં.જેથી ઉપસ્થિત ભાજપના કાર્યકર્તાઓમાં દોડા દોડી થઈ ગઈ હતી. તાત્કાલીક બાજુમાં આવેલા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયરના જવાનો તાત્કાલીક દોડી જઈને પાંચેય ભાજપના આગેવાનોને બહાર કાઢતાં કાર્યકર્તાઓએ હાશકારો અનુભવ્યો હતો.
AI/DP
Reader's Feedback: