ત્રીજી જાન્યુઆરીથી દેશમાં વેચાનાર તમામ ઈલેક્ટ્રોનિક ઉત્પાદનો ઉપર આઈએસઆઈ (ISI) માર્ક ફરજીયાત બનશે. સરકારે લેપટોપ, ટીવી, મોબાઈલ ફોન, માઈક્રોવેવ, સેટઅપ બોક્સ સહિત 15 પ્રોડક્ટ માટે આઈએસઆઈ ન્યૂરો દ્રારા પ્રોડક્ટને પ્રમાણિક ફરજીયાત બનાવ્યું છે. સરકારે 3 એપ્રિલ 2003ના રોજ ઈમ્પોર્ટેડ પ્રોડક્ટ માટે પણ આઈએસઆઈ પ્રમાણપત્ર ફરજીયાત બનાવ્યું છે.
કંપની અને આઈએસઆઈ બ્યૂરોની આ અંગેની તૈયારી ન થતાં તેને લાગુ પાડવાની તારીખ ત્રણ વખત લંબાવી છે. પરંતુ સરકાર હવે 3 જાન્યુઆરી બાદ તેને લંબાવવાના મૂડમાં નથી. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફર્મેશન ટેકનોલોજી વિભાગના સંયુક્ત સચિવ અજયકુમારે જણાવ્યું હતું કે ઈમ્પોર્ટેડ ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ માટે બીએસઆઈ પ્રમાણની તારીખ 3 જાન્યુઆરીથી લંબાવવામાં આવશે નહીં.તમામ કંપનીઓની પ્રોડક્ટ આઈએસઆઈની માન્યતા બાદ જ બજારમાં વેચી શકાશે. ત્યાર પછી કોઈ પણ કંપની ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટને આઈએસઆઈના માર્ક વગર ભારતીય બજારમાં વેચી શક્શે નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આઈએસઆઈ બ્યૂરો મોટા પાયે તમામ સેમ્પલની તપાસ કરી શકે નહીં. આ સંજોગોમાં કંપનીઓએ પોતાનું સેમ્પલ જમા કરાવ્યા પછી એક હંગામી પ્રમાણપત્ર જારી કરવામાં આવશે.
ઈલેક્ટ્રોનિક્સ કંપનીઓના સંગઠન કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ એન્ડ એમ્પ્લાઈસીઝ મેન્યુફેક્ચરર એસોસિયેશન (સીઈએએમએ)ના સચિન એરિક બ્રિગન્ઝાએ જણાવ્યું હતું કે તેનાથી બજારમાં ગ્રાહકોને યોગ્ય પ્રોડક્ટસ મળશે. જો પ્રમાણપત્ર મેળવવામાં વિલંબ થશે તો તેની વેચાણ ઉપર અસર પડશે. સીઈએએમએ દ્રારા જણાવાયું હતું કે નવા નિયમ અનુસાર ઉત્પાદન કરવાથી ખર્ચમાં વધારો થશે. પરિણામે ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટસની કિંમતમાં 10થી 15 ટકાનો વધારો થઈ શકે છે.
RP
Reader's Feedback: