Home» Interview» politics» Interview with pravin togadia

હિંદુહિત વિચારનારી પાર્ટીને સમર્થન : તોગડિયા

જીજીએન ટીમ દ્વારા | October 05, 2012, 09:54 PM IST

રાજકોટ :

વિશ્વ  હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય પ્રમુખ ડૉ.પ્રવીણ તોગડિયા રાજકોટ આવ્યા હતા. ગુજરાતમાં ચૂંટણી જાહેર થઇ છે ત્યારે વિશ્વ હિંદુ પરિષદ આ વખતે ચૂંટણીમાં કઇ પાર્ટીને ટેકો આપવો તે અંગે અવઢવમાં છે. જીજીએનના પ્રતિનિધિ સુરેશ પારેખે ડૉ.તોગડિયા સાથે ખાસ વાતચીત કરી હતી. પ્રસ્તુત છે તેમની મુલાકાતના કેટલાક અંશ...

પ્રશ્ન  : ગુજરાતમાં ચૂંટણી જાહેર થઇ ગઇ છે. આપ શું માનો છો ચૂંટણી અંગે ?

ઉત્તર : એ તો આવનારો સમય જ બતાવશે. હજુ તો ચૂંટણીપ્રચારની શરૂઆત થઇ છે, અત્યારે ચૂંટણી પરિણામ અંગે કાંઇ પણ કહેવું વહેલું ગણાશે.

પ્રશ્ન  : વિશ્વ હિંદુ પરિષદ કોની સાથે  રહેશે?

ઉત્તર :  જે પાર્ટી હિન્દુઓની રક્ષા કરે, હિન્દુઓને નોકરી આપે અને હિંદુ બહેન- દીકરીઓની રક્ષા કરે, ગૌહત્યા  અટકાવે અને ગૌચરની જમીનની રક્ષા કરે તેવી સરકાર સાથે રહેવાનું પસંદ કરીશું.

પ્રશ્ન : 2002 અને 2007માં  તો બજરંગ દળ, વિશ્વ હિંદુ પરિષદ  મોદીના સમર્થનમાં હતા. આ વખતે શું સ્થિતિ છે ?

ઉત્તર : વિશ્વ હિંદુ પરિષદ કોઈ એક વ્યક્તિ કે કોઈ એક પાર્ટીને મહત્વ આપતી હોય એમ નથી. જે સરકાર હિન્દુઓની વહારે આવશે અને ભૂતકાળમાં આવી છે તેને અમે સાથ આપીશું.

પ્રશ્ન  : ભાજપ, કોંગ્રેસ અને કેશુભાઇ પાર્ટી પણ મેદાનમાં છે.

ઉત્તર : જનતા નક્કી કરશે કોને મત આપવો કોને ન આપવો.

પ્રશ્ન  : તો વિશ્વ હિંદુ પરિષદ આ વખતે  મોદીની સાથે નથી એવું કહી શકાય ?

ઉત્તર : મેં પહેલાં પણ કહ્યું હતું કે અમે કોઈ એક વ્યક્તિ કે કોઈ પક્ષ માટે નથી.

પ્રશ્ન :  શું કેશુભાઈની સરકાર અસરકારક પરિબળ બની શકશે?

ઉત્તર : લોકોએ એમનું નેતૃવ પણ જોયું છે અને વર્તમાન સરકારનું પણ જોયું છે. ગુજરાત અને  હિમાચલ પ્રદેશના લોકો સમજુ  છે. તેઓ સમજી વિચારીને તેમના નેતા પસંદ કરશે.

પ્રશ્ન : મોદી વડાપ્રધાન ઉપર આક્ષેપ કરી રહ્યાં છે અને કેશુભાઈ માત્ર મોદી પર. શું તે યોગ્ય છે.

ઉત્તર: હકીકતમાં નેતાઓએ  ગુજરાતની ચૂંટણી છે તો ગુજરાતના વિકાસની કે ગુજરાત વિષે વાત કરવી જોઈએ. નહીં કે ગુજરાત બહારની રાજનીતિ કે લોકોની.

SP/DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %