
ગુજરાત સરકારે ગઇ કાલે તારીખ 13 ઑગસ્ટનાં રોજ 7 નવા જિલ્લાની જાહેરાત કર્યાની સાથે આજ રોજ તમામ નવા જિલ્લામાં કલેક્ટરની નિમણૂંક કરી છે. રાજ્યનાં સામાન્ય વહીવટી વિભાગ દ્વારા નવા કલેક્ટરોનાં નામની જાહેરાત કરવામાં આવી છે.
રાજ્યનાં સામાન્ય વહીવટી વિભાગે આજે 14 ઑગસ્ટે ઑર્ડર બહાર પાડીને સાતેય જિલ્લામાં કલેક્ટરની નિયુક્તી કરી છે. જેમાં દ્વારકામાં ડી.પી.જોશી, ગિર-સોમનાથમાં સી.પી.પટેલ, અરવલ્લીમાં ડી.જે.ભટ્ટ, મહેંદીસાગરમાં પ્રફુલ હર્ષે, મોરબીમાં શૈલેષ રાવલ, છોટાઉદેપુરમાં જેનુદેવન અને બોટાદ જિલ્લામાં નરમાવાલાની કલેક્ટર પદે નિયુક્તી કરવામાં આવી છે.
વહીવટી વિભાગે આ તમામ અધિકારીઓને ચાર્જ લેવા માટે જણાવ્યુ છે. જ્યારે હાલ પુરતી નવા જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ)ની નિયુક્તી થઇ નથી. પરંતુ જુના જિલ્લાનાં ડીડીઓને નવા જિલ્લાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
DP
Reader's Feedback: