રાજ્યમાં નવા સાત જિલ્લાઓની રચના થતા વિવિધ જિલ્લાઓમાં મુખ્યમંત્રીનું અભિવાદન કરવા માટે અભિવાદન અને જન-ઉત્સવ કાર્યક્રમ યોજાવામા આવે છે, ત્યારે સોરાષ્ટ્રના નવરચિત ગીર સોમનાથ જિલ્લાનો આજે સોમનાથ તિર્થક્ષેત્ર ખાતે ભવ્ય અભિવાદન અને જન ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહભાગી થયા હતા અને શ્રાવણના અંતિમ સોમવારે નવા જીલ્લાના નગરજનોનું અભિવાદન જીલીને પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. તેમજ સોમનાથ મંદિર ખાતેની પુજા અર્ચનામાં પણ ભાગ લીધો હતો. જ્યારે સોમનાથ અને આસપાસના સમગ્ર ગીર પંથકમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને જેઓએ મુખ્યમંત્રી મોદીનું અભિવાદન કર્યું હતું.
નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે જણાવ્યુ હતું કે હિન્દુવસ્તા નની સમુધ્ધિસના પ્રવેશદ્વાર તરીકે ગુજરાતનો ૧૬૦૦ કિ.મી. નો દરિયાકાંઠો વિકાસના સૂર્યોદયથી ઝળહળતો થવાનો છે. માત્ર ગુજરાતની આવતીકાલ જ નહીં, હિન્દુગસ્તાયનની આવતીકાલ સમૃધ્ધ બનાવવાની આપણી પ્રતિબધ્ધેતા છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્દ્રની સરકાર માછીમારોની સુરક્ષા તેમજ તેમની આર્થિક સુરક્ષા તેમજ દરિયાઈ સુરક્ષા મુદ્દે નિષ્ફળ ગઈ છે અને કેન્દ્રએ દરિયાઈ સુરક્ષામાં ઢીલી નીતિ તેમજ ઉદાસીનતા દાખવી છે ત્યારે દેશની સીમાઓ સાથે દરિયાઇ સુરક્ષા માટે ગુજરાતે કોસ્ટરલ સિકયુરીટી માટે જે પહેલ કરીને કોસ્ટેલ પોલીસદળ રચ્યાં છે, તેથી દરિયાઇ સીમા સુરક્ષા પણ વધુ સુદ્રઢ બનશે. રાજયના સાગરકાંઠાના નવા જિલ્લાસઓ માટે દરિયાઇ સુરક્ષાની પહેલ ગુજરાત સરકારે કરી છે.
નવરચિત ગીર સોમનાથ જિલ્લોય વિકાસના અનેક નવા અવસરોની અસીમ સંભાવના ધરાવે છે, તેની રૂપરેખા આપતાં મુખ્યમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, જો અનુસાશનની કાર્યશૈલી ના હોય કે સામાન્ય માનવીનો અવાજ સંભળાય તેવી વ્યયવસ્થા ન હોય તો લોકશાહીમાં સુરાજય આવી શકે નહીં.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે નાના જિલ્લાથથી વહીવટની સુલભતા સાથે, જે રીતે સાડા છ કરોડની જન સંખ્યાર થઇ છે ત્યાહરે આ સરકારે રાજયના બાવન પ્રાંત બમણાં કરી એકસો બે પ્રાંતની રચના કરી છે અને આજે ગુજરાત ૩૩ જિલ્લા સ્તંભ ઉપર પોતાની વિકાસ યાત્રા આગળ વધારશે, હવે જેમાં સાત નવા જિલ્લા સ્તંભ ઉમેરાયા છે.
મૂળ જુનાગઢ જિલ્લોત અને નવો ગીર - સોમનાથ જિલ્લો નવા વહીવટી કાર્યભાર - કાર્યબોજ ઓછો કરશે અને વહીવટીશકિત બેવડાઇ જશે, એમ તેમણે જણાવ્યુંો હતું. દ્વારિકા, ગરવો ગિરનાર સોમનાથ, પોરબંદર આખો કોરિડોર દેશના પ્રવાસ શોખીનો માટે વિકાસની નવી ક્ષિતિજો ઝંખી રહયો છે, તેને નવું વહીવટીતંત્ર ઝડપથી સાકાર કરશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
ગુજરાતના દરિયાકિનારાને હિન્દુએસ્તાનની સમૃધ્ધિની આવતીકાલનું પ્રવેશદ્વાર બનાવાશે, એવો નિર્ધાર વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે, ૧૬૦૦ કિલોમીટરના દરિયાકાંઠે વિકાસનો સૂર્યોદય થશે.
દરિયાકાંઠે દરિયાઇ શેવાળ (Sea Weed) ની ખેતી દ્રારા મહિલાઓના આર્થિક સશકિતકરણનું અભિયાન ઉપાડયું છે અને સાગરખેડૂ વિકાસ પેકેજ હેઠળ મિશન મંગલમ્ યોજના દ્વારા સખી મંડળો રચીને સાગરખેડૂ સમાજની બહેનો માટે આર્થિક પ્રવૃત્તિની નવી ક્ષિતિજો આકાર લઇ રહી છે.
નવા જિલ્લામઓની રચના સાથે પોલીસદળની નવી ભરતી થશે જેમાં ૩૦ ટકા મહિલા શકિતની પણ પારદર્શી ભરતી કરાશે એનો સ્પસષ્ટી નિર્દેશ તેમણે આપ્યો હતો.
આ અવસરે ગૃહ રાજ્ય મંત્રી રજની પટેલ, કૃષિ મંત્રી બાબુભાઇ બોખીરીયા, સાંસદ દિનુભાઇ સોલંકી, શિક્ષણ રાજ્યમંત્રી વસુબેન ત્રિવેદી, ધારાસભ્યઇ મહેન્દ્ર મશરૂ, જે.ડી.સોલંકી, રાજેશ ચુડાસમા, અરવિંદ લાડાણી, પૂર્વ મંત્રી દિલીપ સંઘાણી પૂર્વ મુખ્યસચિવ પી.કે.લહેરી સહિત પૂર્વ ધારાસભ્યો, અગ્રણીઓ અધિકારીઓ, ઉપરાંત જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિહત રહ્યા હતા.
PP/SS/DP
Reader's Feedback: