
સુરત પશ્રિમ વિધાનસભાની બેઠક પરથી સૌથી વધુ મતે જીતનાર ધારાસભ્ય કિશોરભાઇ વાંકાવાલાના અવસાન બાદ ફરી એ બેઠક પર લડી લેવા માટે સ્થાનિક વિસ્તારના 35 થી વધુ જૈન સંધોએ તાકીદે બેઠક બોલાવી છે. આ બેઠકમાં સુરત પશ્ચિમ મતવિસ્તાર અંતર્ગત આવતા તમામ જૈન સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. સુરત પશ્ચિમ બેઠક પર ભાજપમાંથી પરંપરાગત રીતે મોઢ વણિક સમાજનો દાવો રહ્યો છે ત્યારે જૈન સમાજ પહેલી વખત ખુલ્લેઆમ ટિકિટ માટે બહાર આવે તેવી શક્યતા ઊભી થઇ છે.
સુરત પશ્ચિમના લોકપ્રિય ધારાસભ્ય કિશોર વાંકાવાલાના અવસાનને પગલે આ બેઠક પર આગામી દિવસોમાં પેટાચૂંટણી યોજાનારી છે. આ બેઠક છેલ્લા 25 વર્ષથી ભાજપનો મજબુત ગઢ બની રહી છે. છેલ્લી બે ટર્મથી ભાજપ ૫૦ હજાર કરતા વધારે મતોની સરસાઇથી આ બેઠક જીતે છે.
પેટાચૂંટણીમાં કોંગ્રેસ પાસે ઉમેદવાર સદ્ધાં નથી, જ્યારે બીજી તરફ ભાજપમાં મુરતિયાઓની લાંબી લાઇન લાગી છે. આ સ્થિતિમાં આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પથરાયેલા જૈન સમાજના ૩૫થી વધુ સંઘોની એક બેઠક ધરણીધર પાર્શ્વનાથ જૈન સંઘ પાલનપુર પાટિયા ખાતે બોલાવવામાં આવી છે. આ બેઠકમાં આચાર્ય ભગવંતશ્રી સાગર ચંદ્રસાગર સુરીશ્વર મહારાજ સાહેબની નિશ્રામાં રાંદેર રોડ જૈન સંઘ, ન્યુ રાંદેર રોડ જૈન સંઘ, ધરણીધર પાર્શ્વનાથ જૈન સંધ, શત્રુંજય ટાવર જૈન સંઘ, પૂન્ય પાલન ઇશિતા પાર્ક જૈન સંઘ, મકનજી પાર્ક જૈન સંઘ, સીમંધર સ્વામી જૈન સંઘ, રત્નરાજ પાશ્વનાથ જૈન સંઘ, શીતલનાથ સ્વામી જૈન સંઘ પન્નાટાવર, ગુરુ ગૌતમલબ્ધિ નિધાન જૈન સંઘ, રીવેરા ટાવર જૈન સંઘ, સંઘવી કોમ્પ્લેકસ જૈન સંઘ, અક્ષર જયોત જૈન સંઘ, મણીભદ્દ જૈન સંઘ, સોમ ચિંતામણી જૈન સંઘ, કચ્છ વાગડ બે ચોવીસી જૈન મિત્ર મંડળ, રાંદેર રોડ સ્થાનકવાસી જૈન સંઘ, ધર્મમંગલ ચાતુર્માસ આરાધક સમિતિ, સિધ્ધાચલ જૈન સંઘ, શ્રીપાલ જૈન સંઘ, શુકન ટાવર જૈન સંઘ, વાસુદર્શન જૈન સંઘ, સહસ્ત્રફણા જૈન સંઘ, પાશ્વદર્શન જૈન સંઘ, શાલીભદ્દ જૈન સંઘ, યોગી કોમ્પ્લેકસ જૈન સંઘ, રીવર હાઇટસ જૈન સંઘ, શ્રેણીક પાર્ક જૈન સંઘ, શીવ રેસીડેન્સી જૈન સંઘ, જૈન લાડુ આ જૈન સંઘ રાંદેર ગામ તથા ચિતામણી પાશ્વનાથ જૈન સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. જૈન સમાજની બેઠકને પગલે ભાજપના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે.
CP/DP
Reader's Feedback: