
આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ આજથી પોતાના ચાર દિવસના ગુજરાત પ્રવાસનો પ્રારંભ કરશે. તેમનું કહેવું છે કે આ પ્રવાસ દરમ્યાન તેઓ નરેન્દ્ર મોદીના વિકાસના દાવાના હકીકતની તપાસ કરશે. આપે કહ્યું છે કે કેજરીવાલ ત્રણ દિવસ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ફરશે અને ચોથા દિવસે તેઓ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરશે.
આપ પાર્ટીના ગુજરાત યુનિટના સંયોજક સુખદેવ પટેલે કહ્યું કે યુપીના પ્રવાસના સમયે કેજરીવાલે એલાન કર્યું હતું કે તેઓ નરેન્દ્ર મોદીના દાવાની પારખવાને માટે ગુજરાતનો પ્રવાસ કરશે. પટેલે કહ્યું કે તેઓ વિકાસના દાવાની તપાસને માટે ગુજરાતમાં ગમે તે જગ્યા પર જઈ શકે છે. તે નક્કી નથી કે કઈ જગ્યાએ જશે. જો કેટલાક લોકો પોતાના ગામ અને શહેરમાં તેઓને બોલાવશે તો તેઓ તે જગ્યા અને લોકોની મુલાકાત કરવા જશે.
તેમણે કહ્યું કે આગામી આઠ માર્ચે કેજરીવાલ અમદાવાદના બાપૂનગર વિસ્તારમાં એક જનસભાનું સંબોઘન કરશે. સૌરાષ્ટ્ર ક્ષેત્રના આપના પ્રતિનિધિ સુખદિયાએ કહ્યું કે કેજરીવાલ લોકોની પીડાને જોવાને માટે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ મુસાફરી કરશે.
PK
Reader's Feedback: