Home» Politics» Gujarat Politics» Interview with dr kanubhai kalsaria

ચૂંટણી અંગે શું કહે છે ડો. કનુભાઇ કલસરિયા ?

પ્રવિણ ઘમંડે | November 19, 2012, 06:16 PM IST

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી પ્રથમ તબક્કાના 87 બેઠકો માટે ઉમેદવારી નોંધાવવાની શરૂઆત થઈ ગઈ છે. 87 બેઠકોમાં ભાવનગર જીલ્લાની એ બેઠકોનો પણ સમાવેશ થાય છે કે જ્યાંથી ભાજપને લલકારવા તેમના જ પક્ષના ધારાસભ્ય ડૉ. કનુભાઈ કલસરિયા ટાંપીને બેઠા છે. ભાજપના મહુવાના આ ધારાસભ્યે પોતાના મતવિસ્તારમાં નિરમા સિમેન્ટ પ્લાન્ટ સામે પક્ષ અને સરકારની સામે પડીને એવું જનઆંદોલન ચલાવ્યું કે છેવટે એ પ્લાન્ટની મંજૂરી રદ્દ થઈ ગઈ. પક્ષ અને સરકાર સામે પડવા છતાં તેમને પક્ષમાંથી છેક સુધી દૂર કરાયા નહોતા. ભાજપની સામે પડેલા તેઓ વિધાનસભાની આ ચૂંટણીમાં પાંચ બેઠકો લડવા મક્કમ છે. જીજીએન સાથેનાં ટેલિફોનિક ઇન્ટરવ્યુમાં શું કહ્યુ ડૉ. કનુભાઈએ વાંચો...

પ્રશ્ન - આ ચૂંટણીમાં તમે કઈ બેઠક પરથી ઉમેદવારી કરશો, શું એક કરતાં વધારે બેઠકો લડવાનું આયોજન છે કે કેમ?
ડૉ. કલસરિયા -
2007માં હું ભાવનગર જીલ્લાની મહુવા બેઠક પરથી ભાજપની ટિકિટ પર જીત્યો હતો. નિરમા સામેના આંદોલનને કારણે ભાજપના નેતાઓ અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મારાથી ભલે નારાજ થયાં હોય પણ મેં પ્રજાના હિત ખાતર આંદોલન કર્યું હતું અને જે વિસ્તારોમાંથી અમને અમારા આંદોલન માટે ટેકો મળ્યો ત્યાં અમે અમારા ઉમેદવારો ઉભા રાખવા માંગીએ છીએ.

પ્રશ્ન - એવા ક્યા વિસ્તારો છે અને શું આ વખતે પણ મહુવા બેઠક પરથી જ ચૂંટણી લડવાના છો કે કેમ?
ડૉ. કલસરિયા -
અમારા આંદોલનને મહુવા ઉપરાંત તળાજા, રાજુલા, ગારિયાધાર અને સાવરકુંડલા તથા સુરતમાંથી પણ ટેકો મળ્યો હતો. તેથી અમે મહુવા,તળાજા, રાજુલા, ગારિયાધાર, સાવરકુંડલા અને સુરતની ચોર્યાસી બેઠક પર અમારા ઉમેદવારો ઉભા રાખીશું. હું પોતે આ વખતે મહુવાને બદલે ગારિયાધાર બેઠક પરથી ઉમેદવારી નોંધાવવાની તૈયારીમાં છું.

પ્રશ્ન - તમારા ઉમેદવારો ક્યા નેજા હેઠળ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવશે?
ડૉ. કલસરિયા - અમે સદભાવના મંચના નામે અમારા ઉમેદવારો ઉભા રાખીશું. સમગ્ર ભાવનગર જીલ્લામાં અમારી મહુવાની સદભાવના હોસ્પિટલની સુવાસ ફેલાયેલી છે. તેથી અમે સદભાવનાના નામે જ ચૂંટણીમાં ભાજપની સામે મેદાનમાં ઉતરીશું.

પ્રશ્ન - કોઈ અન્ય પક્ષો દ્વારા તમને ટેકો મળવાનો છે કે કેમ?
ડૉ. કલસરિયા -
કોંગ્રેસ અને જીપીપીના કેશુભાઈ પટેલ સાથે મારે વાતચીત થઈ છે. કેશુભાઈ પટેલ તરફથી અમને ખાતરી મળી છે કેજ્યાં અમારા ઉમેદવારો હશે ત્યાં તેઓ જીપીપીના ઉમેદવારો ઉભા નહીં રાખે. જ્યારે કોંગ્રેસ સાથે પણ બેઠક યોજાઈ અને કોંગ્રેસના નેતાઓનું એવું વલણ છે કે જે બેઠક પરથી હું ઉભો રહું ત્યાં તેઓ પોતાનો ઉમેદવાર ઉભો નહીં. તે સિવાય અન્ય એકાદ બેઠક પર તેઓ અમારા ઉમેદવારની સામે પોતાનો ઉમેદવાર ઉભો નહીં રાખે. અમે અમારી તમામ5-6 બેઠકો માટે કહ્યું પરંતુ તેમનું કહેવું હતું કે એનસીપીને પણ કેટલીક બેઠકો ફાળવવાની છે અને જો અમને પણ 5-6 બેઠકો ફાળવે તો આ બેઠકોના તેમના દાવેદારો નારાજ થાય તેમ હોવાથી અમે વધુ આગ્રહ કર્યો નથી. કોંગ્રેસનું અને કેશુભાઈનું અમારા માટે વલણ પોઝીટીવ છે. કેમ કે તેઓ પણ ભાજપ અને મોદીને હરાવવા માંગે છે. ઉપરાંત કોંગ્રેસે નિરમા સામેના અમારા આંદોલનમાં અમને સારી એવી મદદ કરી હતી. જો કે કોંગ્રેસે અમને એટલું ચોક્કસ કહ્યું છે કે અમે કોંગ્રેસના ઉમેદવારોને નુકશાન ના પહોંચાડીએ તેનું ધ્યાન રાખજો. એટલે કોંગ્રેસ અને સદભાવના મૈત્રીપૂર્ણ રીતે ભાજપનો સામનો કરશે.

પ્રશ્ન - સુરતમાં જીતવાની શક્યતા ખરી?
ડૉ. કલસરિયા -
અમારા આંદોલનને સુરતમાંથી ચોર્યાસી અને કરંજ વિસ્તારમાં રહેતાં સૌરાષ્ટ્રવાસીઓ તરફથી સારો એવો ટેકો તમામ રીતે મળ્યો હતો. તેથી અમે  ચોર્યાસી અને કરંજ વિસ્તારમાંથી પણ અમારા ઉમેદવારો ઉભા રાખવાના છીએ. કરંજમાં આહિર પંચોળી જ્ઞાતિના અંદાજે 20 હજાર મતો છે. અને આ મતો સદભાવનાને મળે તેમ છે.

પ્રશ્ન - ચૂંટણી પ્રતિક માટે માંગણી કરી છે?
ડૉ. કલસરિયા - 
જીપીપીની જેમ અમેપણ ચૂંટણી પંચ પાસેથી અમારા ઉમેદવારો માટે અલગ ચૂંટણી પ્રતિકની માંગ કરવાના છીએ. જો કે તે માટે અમે મોડા પડ્યા છીએ એમ અમને લાગે છે. તેથી પંચ દ્વારા અપક્ષોને ફાળવાય છે તેમ અમારા ઉમેદવારોને પણ દરેક મતવિસ્તારમાં અલગ અલગ પ્રતિક મળે તેમ છે.

પ્રશ્ન - તમારા ચૂંટણી પ્રચાર માટે કોંગ્રેસ કે કેશુભાઈ પટેલ આવશે?
ડૉ. કલસરિયા -
હાં, કેશુભાઈ અને કોંગ્રેસના નેતાઓ મારા પ્રચારમાં આવે અને સદભાવના મંચ તરફથી હું તેમના પ્રચાર માટે આં તેવા વાતચીત થઈ છે. એટલે અમે એકબીજાના મતવિસ્તારમાં એકમેકના પ્રચાર માટે જોડાઈશું.

પ્રશ્ન - તમે ક્યારે ઉમેદવારી નોંધાવશો?
ડૉ. કલસરિયા -
અમારી બેઠકોનો પ્રથમ તબક્કામાં સમાવેશ કરાયો હોવાથી હું અને અમારા ઉમેદવારો 23 નવે.ના રોજ ઉમેદવારીપત્ર નોંધાવીશું. 5-6 બેઠકોમાંથી અમે તમામ બેઠકો જીતવા માટે અમારી તમામ તાકાત કામે લગાડીશું.

PG / DP / KP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %