Home» Women» Working Women» International conference for business women

બિઝનેસ વુમન માટે આંતરરાષ્ટ્રીય સંમેલન

Agencies | August 30, 2012, 12:36 PM IST

નવી દિલ્હી : વૈશ્વિકીકરણના આ સમયમાં બિઝનેસ વુમન સામે આવતાં પડકારોને પહોંચી વળે તે માટે મહિલા અને બાળવિકાસ મંત્રાલયના સહયોગથી ઇન્ડિયન વુમન ફેડરેશન એન્ટપ્રેન્યોઅર્સ(FIWI)ત્રણથી પાંચ સપ્ટેમ્બર દરમિયાન એક આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરી રહ્યું છે.

ફેડરેશનના અધ્યક્ષ ડો. રજની અગ્રવાલે જણાવ્યું છે કે, પાછલા બે દાયકામાં ભારતમાં સ્ત્રીઓ પરિવાર તથા સમાજ માટે મોટો ટેકો બનીને ખૂબ મોટી ભૂમિકા નિભાવી રહી છે. મોટાભાગની મહિલાઓ પોતાનાં ઘર-પરિવારને સંભાળવાની સાથેસાથે પોતાનો વ્યવસાય ફેલાવીને ઘણો આર્થિક ટેકો કરતી હોય છે. આ દરેક કામમાં તેની સામે ઘણા સામાજિક અને આર્થિક પડકારો ઊભા થતા હોય છે.

આ સંમેલન દરમિયાન વિશ્વભરની સ્ત્રીઓને અસર કરનારા મહત્વના મુદ્દા અને સમસ્યાઓનું નિરાકરણ શોધવામાં આવશે.

આ સંમેલનમાં ભાગ લેનારી સ્ત્રીઓ જુદાં જુદાં કારખાનાં અને કંપનીઓની મુલાકાત લેશે. આ મુલાકાતની મદદથી તેઓ લઘુ અને મધ્યમ ઉદ્યોગો(એસએમઇ)ની સ્થાપના અને તેના સફળ સંચાલનના પાઠ ભણશે.

આ સંમેલન દરમિયાન પ્રિયદર્શિની પુરસ્કારની જાહેરાત પણ કરવામાં આવશે. આ પુરસ્કારમાં એવી મહિલાઓને સન્માનિત કરવામાં આવશે, જેણે પોતાના ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ બનાવીને ચોક્કસ સ્થાન મેળવ્યું છે. પૂર્વમાં પ્રિયદર્શિની પુરસ્કાર મેળવનારી મહિલાઓમાં શ્રીલંકાના સુશ્રી જૈને, ઇન્ડોનેશિયાના માર્થા અને ભારતના શહેનાઝ હુસૈનનો સમાવેશ થાય છે.

MP / KP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %