જે સ્ત્રીઓ ઓફિસમાં કે કામનાં સ્થળે એક જ પોઝિશનમાં સાતથી આઠ કલાક કામ કરે છે તેમને હાડકાં, સ્નાયુ અને સાંધાની તકલીફો થવાની શક્યતા ઘણી વધી જાય છે. થોડીક સાવધાની અને કેટલાક સાદા ઉપાયોથી આ તકલીફો થતી નિવારી શકાય છે.
આજે સ્ત્રીઓ ઘર અને ઓફિસ બન્નેની જવાબદારી સફળતાપૂર્વક નિભાવી રહી છે, પણ આ બેવડી જવાબદારી સ્વાસ્થ્યનું પણ વધુ ધ્યાન માંગી લે છે. જે સ્ત્રીઓ ઓફિસમાં કે કામનાં સ્થળે સતત એક જ પોઝિશનમાં સાતથી આઠ કલાક કામ કરતી હોય તેમને હાડકાં, સ્નાયુઓ અને સાંધાની તકલીફો સર્જવાની શક્યતા વધી જાય છે.
સતત ઊભા રહેવાથી કે પીઠના સ્નાયુઓને ટેકો ના મળે તે રીતે સતત કામ કામ કરવાથી પીઠનો અને કમરનો દુ:ખાવો થાય છે. વર્કિંગ વિમેન ઉપરાંત ગૃહિણીઓને પણ કમરનો દુ:ખાવો થવાની સમસ્યા ઘણી સામાન્ય છે.
વર્કિંગ વિમેનની સર્વસાધારણ તકલીફોમાં બેક પેઇન, (પીઠનો દુ:ખાવો), રિસ્ટ પેઇન (કાંડાનો દુ:ખાવો), ખભાનો દુ:ખાવો, સર્વાઇકલ સ્પોન્ડિલીસીસ વગેરે મુખ્ય છે. તાજેતરમાં યુ.એસ.માં થયેલા એક સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે સતત કોમ્પ્યુટર પર કામ કરતી સ્ત્રીઓને ખભાના સ્નાયુઓમાં કે કાંડામાં સોજો આવવાની શક્યતા ઘણી વધી જાય છે અને છેલ્લાં થોડાં વર્ષોમાં વર્કિંગ વિમેનમાં આ સમસ્યા ઘણી કોમન બની ગઇ છે, કારણ કે મોટા ભાગની વર્કિંગ વિમેન માટે આજે કોમ્પ્યુટર પર કામ કરવું અનિવાર્ય બની ગયું છે. આ શારીરિક તકલીફને ટ્રેપેઝાઇટિસ કહે છે. તે સિવાય પણ અન્ય શારીરિક તકલીફો વર્કિંગ વિમેનમાં વધતી જતી હોવાનું માલૂમ પડ્યું છે.
સર્વાઇકલ સ્પોન્ડિલીસીસ
આ બહુ જ કોમન સમસ્યા છે, જેમાં કરોડરજ્જુના બે મણકા વચ્ચે દબાણ અને ઘસારો થવાથી ગરદનમાં દુ:ખાવો થાય છે. ટેબલ પર સતત ઝૂકીને કામ કરવાથી લાંબા ગાળે આ તકલીફ સર્જાઇ શકે છે. જો ખોરાકમાં પૂરતું કેલ્શિયમ ન લેવામાં આવે તો પણ આ તકલીફ થઈ શકે છે જેમાં નેક પેઇન ઉપરાંત હાથમાં ઝણઝણાટી થવી, ચક્કર કે સ્પાઝમ આવવા, માથું ભારે લાગવું જેવા લક્ષણો દેખાતા હોય છે.
બેક પેઇન
સતત ઊભા રહેવાથી કે પીઠના સ્નાયુઓને ટેકો ના મળે તે રીતે સતત કામ કામ કરવાથી પીઠનો અને કમરનો દુ:ખાવો થાય છે. વર્કિંગ વિમેન ઉપરાંત ગૃહિણીઓને પણ કમરનો દુ:ખાવો થવાની સમસ્યા ઘણી સામાન્ય છે.
વેરિકોઝ વેઇન્સ
જો પોશ્ચરનું બરાબર ધ્યાન રાખવામાં આવે અને નિયમિતપણે કેટલીક સાદી કસરતો કરવામાં આવે તો આ તલીફોને નિવારી શકાય છે.
જે પ્રોફેશનમાં લાંબા સમય સુધી એક જ જગ્યાએ ઊભા રહેવું પડતું હોય તેવું કામ કરતી મહિલાઓ જેવી કે શિક્ષિકા, પ્રોફેસર, બ્યુટિશિયન વગેરેને લાંબા સમયે પગની નસો ફૂલી જવાની સમસ્યા સર્જાઇ શકે છે. આમાં પગની રક્તવાહિનીઓના સૂક્ષ્મ વાલ્વ ખરાબ થઇ જવાથી પગમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે નથી થતું જેને કારણે પગમાં સતત દુ:ખાવો થાય છે. કિચનમાં લાંબા સમય સુધી ઊભા રહીને કામ કરતી સ્ત્રીઓને પણ આ સમસ્યા થઈ શકે છે.
જો કે, આનાથી ગભરાવાની જરૂર નથી. ડોકટરો કહે છે કે જો પોશ્ચરનું બરાબર ધ્યાન રાખવામાં આવે અને નિયમિતપણે કેટલીક સાદી કસરતો કરવામાં આવે તો આ તલીફોને નિવારી શકાય છે. આ રહ્યા કેટલાક ઉપાયો...
(1) તમે ખુરશી પર બેસીને કામ કરતા હો તો પીઠને ટેકો મળે તે માટે પાછળ ગાદી રાખો અને શરીર 45 અંશના ખૂણે રહે તે રીતે બેસો. પગ હંમેશા ફૂટ રેસ્ટ પર ટેકવેલા રાખો.
(2) કોમ્પ્યુટર પર કામ કરતાં હો તો કોમ્પ્યુટરની સ્ક્રીન તમારા આઇ લેવલ પર હોવી જોઇએ.
(3) કી-બોર્ડનો ઉપયોગ કરતી વખતે હાથ ખુરશીના આર્મ રેસ્ટ પર ગોઠવાયાલા હશે તો કાંડાનો દુ:ખાવો નહીં થાય.
(4) જો કાંડામાં દુ:ખાવો થતો હોય તો રિસ્ટ બેલ્ટ પહેરીને કામ કરો.
(5) જો તમારે કામ કરતી વખતે સતત ઊભા રહેવું પડતું હોય તો પગમાં સોફ્ટ શૂઝ કે સ્લીપર પહેરી રાખો.
(6) જો પગમાં દુ:ખાવો રહેતો હોય તો તે માટે બજારમાં સ્પેશ્યિલ સ્ટોકિંગ્સ મળે છે તે પહેરો.
(7) કમરમાં દુ:ખાવો રહેતો હોય તો લમ્બર સ્પાઇન બેલ્ટ પહેરીને કામ કરો.
આવી થોડીક સાવધાની સ્ત્રીઓને, ખાસ કરીને વર્કિંગ વિમેન્સે ઘણી તકલીફોથી દુર રાખશે.
BT / KP
Reader's Feedback: