મહિલાઓ, સાવધાન! જો તમે એ ધારણા ધરાવતાં હોવ કે હૃદયરોગ એ મુખ્યત્વે પુરુષોને થાય છે અથવા તો એ વૃદ્ધાવસ્થાની સમસ્યા છે તો તમે ખોટી ધારણા ધરાવો છો. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલાં સમાચાર મુજબ આપણા દેશમાં સ્ત્રીઓમાં હૃદયરોગનું પ્રમાણ ઝડપથી વધતું જાય છે. એક દાયકા અગાઉ દેશમાં હૃદયરોગીઓમાં સ્ત્રીઓની ટકાવારી 15% જેટલી હતી. દસ જ વર્ષના ગાળામાં તે વધીને 40% જેટલી થઇ ગઇ છે. અર્થાત્ હૃદયરોગના 100 દર્દીઓમાં સ્ત્રીઓની સંખ્યા સરેરાશ 40ની છે. સામાન્ય રીતે મેનોપોઝ પછી એટલે કે પચાસ વર્ષની ઉંમર બાદ સ્ત્રીઓમાં હૃદયરોગનું જોખમ વધી જાય છે. પરંતુ આજકાલ પાંત્રીસથી ચાલીસ વર્ષની વયજૂથની સ્ત્રીઓ પણ હૃદયરોગનો ભોગ બની રહી છે જે ખૂબ ચિંતાનો વિષય છે.
આજની ફાસ્ટ લાઇફમાં સ્ત્રીઓમાં માનસિક તણાવનું પ્રમાણ ઘણું ઊંચું થતું જાય છે ચાહે તે ગૃહિણી હોય કે વર્કિંગ વુમન – આજની સ્પર્ધાત્મક અને સુપરફાસ્ટ લાઇફમાં ઘર, બાળકો કરિયર અને કૌટુંબિક સંબંધો – આ બધું મેનેજ કરવામાં સ્ત્રીઓ જબરજસ્ત તાણનો અનુભવ કરી રહી છે.
ગુજરાતીઓમાં દેશનાં અન્ય રાજયોના લોકોની સરખામણીમાં ડાયાબિટીસ અને હૃદયરોગ બંનેનું પ્રમાણ ઘણું વધુ છે. પ્રસિદ્ધ હાર્ટ સ્પેશિયાલિસ્ટ-ફિઝિશિયન ડો. તેજસ પટેલના જણાવ્યા અનુસાર તેનાં મુખ્ય બે કારણો છે. એક જેનેટિક અને બીજું, લાઇફસ્ટાઇલ, ગુજરાતીઓ જેનેટિકલી અન્ય લોકો કરતાં હૃદયરોગનો ભોગ બનવાની શક્યતા વધુ ધરાવે છે. વળી, ગુજરાતીઓ તળેલો, હાઇ-કેલેરીયુક્ત ખોરાક વધુ ખાય છે. તે ઉપરાંત બેઠાડું જીવન શારીરિક શ્રમ અને કસરતનો અભાવ આ બધાને કારણે ગુજરાતી સ્ત્રીઓમાં સ્થૂળતાનું પ્રમાણ વધુ જોવા મળે છે, જે હૃદયરોગનું જોખમ વધારે છે.
સ્ત્રીઓમાં હૃદયરોગના વધતાં જતાં પ્રમાણનું એક અન્ય મહત્વનું કારણ છે સ્ટ્રેસ. આજની ફાસ્ટ લાઇફમાં સ્ત્રીઓમાં માનસિક તણાવનું પ્રમાણ ઘણું ઊંચું થતું જાય છે ,ચાહે તે ગૃહિણી હોય કે વર્કિંગ વુમન – આજની સ્પર્ધાત્મક અને સુપરફાસ્ટ લાઇફમાં ઘર, બાળકો કરિયર અને કૌટુંબિક સંબંધો – આ બધું મેનેજ કરવામાં સ્ત્રીઓ જબરજસ્ત તાણનો અનુભવ કરી રહી છે, જે તેમનામાં હાર્ટ ડિસીઝનું જોખમ ઘણું વધારી દે છે. આપણો સામાજિક ઢાંચો એવો છે કે સ્ત્રીઓ પોતાની હેલ્થને બહુ ગંભીરતાથી નથી લેતી અને તેનાં કુટુંબીજનો પણ તેની હેલ્થ અંગે એટલી પરવા નથી કરતા. સમસ્યા ખૂબ વધી જાય ત્યારે જ સ્ત્રી ચેક-અપ માટે જાય છે અને ત્યારે ઘણી વાર ખૂબ મોડું થઇ ચૂક્યું હોય છે.
હાર્ટ ડિસીઝનું અન્ય મહત્વનું કારણ છે સ્મોકિંગ, આજકાલ મુંબઇ, દિલ્હી, બેંગલોર, કોલકોતા, પૂના જેવાં શહેરીમાં મોડર્ન આઉટ લૂક અને મોર્ડન લાઇફસ્ટાઇલ ધરાવતી યુવા સ્ત્રીઓમાં સ્મોકિંગ એ એક નોર્મલ બાબત બની ગઇ છે. ધૂમ્રપાનને કારણે હૃદયમાં આવેલ ધમનીઓ ધીમી ધીમે સાંકડી થતી જાય છે, જે હૃદયરોગનું કારણ બની શકે છે. તે ઉપરાંત ઓફિસ એક્ઝિક્યુટિવ્ઝ અને હાઇપ્રોફાઇલ કરિયર ધરાવતી સ્ત્રીઓ તેમ જ ગર્ભનિરોધક ગોળીઓ (ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ્ઝ)નો ઉપયોગ કરતી સ્ત્રીઓમાં હૃદયરોગ થવાની શક્યતા વધુ રહે છે. આ બધાં કારણોથી શહેરોમાં આજે પ્રિ-મેનોપોઝ એજમાં પણ સ્ત્રીઓમાં હાર્ટ ડિસીઝ જોવા મળે છે.
જો તમે હાઇપ્રોફાઇલ કરિયર અને સ્ટ્રેસફુલ લાઇફસ્ટાઇલ ધરાવતાં હોવ, તમારા ફેમિલીમાં હાર્ટડિસીઝની સ્ટ્રોંગ હિસ્ટ્રી હોય કે તમને ડાયાબિટીસ હોય તો ડોકટરોની સલાહ છે કે તમારે નિયમિતપણે લિપિડ પ્રોફાઇલ, ટ્રેડમિલ અને અન્ય ટેસ્ટ કરાવતાં રહેવું જોઇએ અને ટેસ્ટમાં કંઇ પણ વાંધાજનક જણાય તો તરત જ નિષ્ણાત તબીબની સલાહ લેવી જોઇએ.
અવારનવાર છાતીમાં દુખાવો, બળતરા કે ડિસકમ્ફર્ટ ફિલ થવું, જડબાનો કે હાથનો દુખાવો થવો, અચાનક ગભરામણ થવી કે ખૂબ પરસેવો થવો – આ બધા હૃદયરોગનાં લક્ષણો હોઇ શકે છે. હાર્ટ ડિસીઝ એ સાયલન્ટ કીલર છે. જો તમે હાઇપ્રોફાઇલ કરિયર અને સ્ટ્રેસફુલ લાઇફસ્ટાઇલ ધરાવતા હોવ, તમારા ફેમિલીમાં હાર્ટડિસીઝની સ્ટ્રોંગ હિસ્ટ્રી હોય કે તમને ડાયાબિટીસ હોય તો ડોકટરોની સલાહ છે કે તમારે નિયમિતપણે લિપિડ પ્રોફાઇલ, ટ્રેડમિલ અને અન્ય ટેસ્ટ કરાવતાં રહેવું જોઇએ અને ટેસ્ટમાં કંઇ પણ વાંધાજનક જણાય તો તરત જ નિષ્ણાત તબીબની સલાહ લેવી જોઇએ.
કેટલાક સરળ ઉપાયોથી હાર્ટ ડિસીઝ જેવા રોગોનું જોખમ આસાનીથી ઓછું કરી શકાય છે જેમ કે,
1. લાઇફસ્ટાઇલમાં બદલાવ – જેવાં કે સ્પાઇસી તળેલો ખોરાક કે પિત્ઝા – બર્ગર જેવો જંકફૂડને બદલે લો-ફેટ ડાયેટ સાદો-પૌષ્ટિક આહાર, લીલાં શાકભાજી અને ફળોનું વધુ સેવન કરવું.
2. ચાલવું, દોડવું, સ્વિમિંગ કરવું – વગેરે એરોબિકસ કસરતો નિયમિતપણે કરવાથી શારીરિક તંદુરસ્તી વધે છે.
3. યોગ અને મેડિટેશન માનસિક – શારીરિક સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે.
4. ચિંતા, તણાવ, ગુસ્સો, ઇર્ષા જેવી નકારાત્મક લાગણીઓથી દૂર રહેવું.
5. સંગીત, નૃત્ય ગાર્ડનિંગ જેવી પ્રવૃત્તિ, તમને ગમતી કોઇ પણ શોખની પ્રવૃત્તિ માનસિક તણાવને દૂર કરવામાં મદદરૂપ બને છે.
6. રેગ્યુલર મેડિકલ ચેક-અપ કરાવતાં રહેવું.
KP
Reader's Feedback: