ડેંગ્યુના વધુ ત્રણ કેસો મળી આવતા મનપાના આરોગ્ય વિબાગે નવી સિવિલ હોસ્પીટલ કેમ્પસમાં ધામા નાંખ્યા હતા. આરોગ્ય વિભાગની ટીમે નર્સીગ હોસ્પીટલમા રાઉન્ડ લેવાની સાથે આરોગ્યલક્ષી કામગીરીને લઇ લાપરવાહી દાખવનારા પીઆઇયુવિભાગને નોટીસ ફટકારી હતી.
નવી સિવિલ હોસ્પીટલ કેમ્પસમા આવેલા નર્સીગ કવાર્ટસમાં આરોગ્યલક્ષી કામગીરીના અભાવે સાત-સાત ડેગ્યુના કેસ મળી આવતા મનપાનું આરોગ્ય વિભાગ ચોંકી ઉઠયુ છે, વારંવારની રજુઆતો બાદ પણ સ્થાનિક પ્રશાસને આઁખ આડા કાન કરતા પરિચારીકા સહિતના સાત જણા ડેન્ગ્યુની ઝપટે ચઢતા કર્મચારીઓમા પણ રોષ લાગણી જોવા મળી છે. શહેરભરના આરોગ્યની દેખરેખ ની જવાબદારી જેના માથે છે એ સિવિલ હોસ્પીટલ કેમ્પસમા અગાઉ ડેન્ગ્યુના ચાર કેસ મળી આવ્યા બાદ વધુ ત્રણ કેસ નોંધાતા તંત્ર દોડતુ થયુ હતુ. ડેન્ગ્યુના વઘુ ત્રણ કેસ દેખાતા મનપાના આરોગ્ય અધિકારી ડો. હેમંત દેસાઇ ટીમં સાથે નવી સીવીલ હોસ્પીટલમા કેમ્પસમા પહોચી ગયા હતા. અને નર્સીગ કવાર્ટસ સહિતના વિસ્તારનો રાઉન્ટ લીધો હતો. તપાસ દરમિયાન પાણીની ટાંકીના ઢાંકણા, ગટર ચોકઅપ, પાણીની લાઇન તૂટેલી સહિતની ખામીઓ સામે આવી હતી.નર્સીગ કવાટર્સમા ગંદકીનુ સામ્રાજય દેખાયા બાદ આરોગ્ય વિભાગના અધિકારીઓએ કચરો લેવા માટે ગાડી મોકલી આપવાની પણ ખાતરી આપી હતી.
CP/RP
Reader's Feedback: