Home» Crime - Disaster» Accident» Fire in surat

સુરત: ટેક્સટાઇલ માર્કેટમાં ભયાનક આગ

જીજીએન ટીમ દ્વારા | April 24, 2014, 12:19 PM IST

સુરત :

સુરત-કડોદરા રોડ ઉપર જૂના કુંભારીયા જકાતનાકા પાસે આવેલા  લેન્ડ માર્ક એમ્પાયર્સ માર્કેટમાં  છઠ્ઠા માળે અચાનક લાગેલી આગ જોતજોતામાં છઠ્ઠા માળ અને સાતમા માળ ઉપર પ્રસરતા ત્યાં હાજર લોકોમાં ગભરાટ વ્યાપી ગયો હતો.  આ આગમા એક શખ્સનુ ઘટના સ્થળે જ કુદી પડતા મોત નીપજયુ હતુ. જયારે 18 ને સારવાર અર્થે સ્મીમેર હોસ્પીટલમા દાખલ કરાયા હતા. તો બીજી તરફ 138 ને રેસ્કયુ દ્રારા ફાયરના જવાનોએ આગમાથી ઉગારી કાઢયા હતા. આગ ઓલવવા માટે ફાયર અધિકારી સહિત 239 નો સ્ટાફ ઘટના સ્થળે પહોચીં ગયો હતો.

સુરત-કડોદરા રોડ જૂના કુંભારીયા જકાતનાકા પાસે એમ-ડી'સ લેન્ડ માર્ક એમ્પાયર્સના નામે ૭ માળનું માર્કેટ આવેલું છે. એ અને બી વીંગમાં કુલ ૩૨૦ દુકાનો ધરાવતા આ માર્કેટમાં સાંજે લગભગ છ વાગ્યાના અરસામાં એ વીંગના ગ્રાઉન્ડ ફલોર ઉપર મીટર પેટીમાં શોર્ટ સરકીટથી ધડાકો થયો હતો. ધડાકાની થોડી જ ક્ષણોમાં છઠ્ઠા માળે આગ ફાટી નીકળી હતી અને જોતજોતામાં આગે સમગ્ર છઠ્ઠા માળને લપેટમાં લેતા ત્યાં હાજર લોકો ફસાઇ ગયા હતા. આગ અને તેનો ધૂમાડો પ્રસરીને સાતમા માળે પ્રસરતાં અંદાજે ૬૦૦ લોકો ફસાઇ ગયા હતા.શોર્ટ સરકીટને લીધેલી આગમાં વીજ પ્રવાહ પણ ખોરવાતાં લિફટ બંધ થઇ જતાં ફસાયેલા લોકોએ દુકાનોની બારીમાં આવી મદદ માટે રૃમાલ ફરકાવી-બૂમો પાડી પોકાર કર્યો હતો. ભિષણ આગની જાણ થતાં સમગ્ર સુરત શહેરનો ફાયર બ્રિગેડનો કાફલો ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થળ ઉપર દોડી ગયો હતો અને આગ બુઝાવવાની કામગીરી સાથે ફસાયેલાઓને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન પણ શરૃ કર્યું હતું.ફાયર બ્રિગેડે હાઇડ્રોલીક પ્લેટફોર્મની મદદથી આગ બૂઝાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ ઊંચી ઇમારતને લીધે પાણી ઉપર સુધી ન પહોંચતાં આગ બૂઝાવવામાં વિલંબ થયો હતો. ફાયર બ્રિગેડે ઉપર દોડી જઇ બારીઓના કાચ તોડી ધૂમાડા માટે જગ્યા કરી આગ કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો. તે સાથે હાઇડ્રોલીક પ્લેટફોર્મની મદદથી લગભગ ૧૩૮ લોકોને સહી-સલામત નીચે ઉતાર્યા હતા.

જો કે, તે પહેલાં ઘણા લોકો દુકાનોમાં પડેલા તાકાની મદદથી નીચે ઉતરી ગયા હતા. પરંતુ કેટલાક ફસાયેલા લોકોમાંથી ત્રણ લોકોએ ઉપરથી છલાંગ લગાવી હતી. ફાયર બ્રિગેડ અને ૧૦૮ની એમ્બ્યુલન્સે તે ત્રણ ઉપરાંત દાઝેલા એક વ્યક્તિ અને ગુંગળામણ અનુભવનાર ૮ વ્યક્તિ મળી કુલ ૧8 વ્યક્તિને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. તે પૈકી કૂદનાર એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજા થઇ હતી. આ આખી ઘટનાને કાબુ કરવા માટે 14 ફાયર એન્જીર, 3 વોટર બાઇઝર, 10 વોટર ટેન્કર, 4 હાઇડ્રોલીક, 4 ઇમરજન્સી રેસ્કયુ ટેન્કર, 6 એમ્બુલન્સની સેવા લેવામા આવી હતી. તેમજ સુરતના તમામ ફાયરના અધિકારીઓ સાથે મળીને કુલ્લે 239 ફાયર જવાનો આગને બુઝાવવા માટે લાગી પડયા હતા. જો કે આગ કયા કારણોસર લાગી છે તે અંગે ફાયર અધિકારીઓ હજી સુધી જાણી શકયા નથી.. જો કે પ્રાથમીક તારણ અનુસાર આગ શોટસર્કીટને કારણે લાગી હોવાનુ જાણવા મળી રહ્યુ છે.

CP/DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %