
ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ધસારો વધતો જઈ રહ્યો છે. સુરત રેલવે સ્ટેશને પ્લેટફોર્મ પર તો સિઝનમાં પગ મૂકવાની જગ્યો શોધવી પડે તેમ છે. છેલ્લા કેટલાક સમયથી એવી ચર્ચા છે કે ઉધના રેલવે સ્ટેશનને ર્ટિમનલ બનાવવામાં આવશે. જોકે, હવે રેલવે તંત્રએ આ દિશામાં આગળ વધતું હોય અહીં વધુ બે પ્લેટફોર્મ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે.
સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો હોય છે. અહીંથી રોજની બસો ટ્રેનો પસાર થાય છે. સુરત રેલવે સ્ટેશન પર માત્ર ૪ પ્લેટફોર્મ છે. સુરત રેલવે સ્ટેશનનો રોજ ૫૫ હજાર મુસાફરો ઉપયોગ કરે છે. એટલે પ્રત્યેક કલાકે આશરે ૨૩૦૦ પ્રવાસીઓ સુરત રેલવે સ્ટેશન પર ઊભા હોય છે. જે ખરેખર બહુ ખરાબ સ્થિત કહી શકાય છે. હવે તો સુરતની જેમ ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો બહુ ધસારો હોય છે. સુરત રેલવે સ્ટેશન પાસે જગ્યા ન હોવાથી હવે તેનું વિસ્તરણ પણ શક્ય નથી. તેનો એકમાત્ર વિકલ્પ ઉધના બની શકે એવું છે. કારણ કે ઉધના રેલવે સ્ટેશન પાસે રેલવેની એટલી બધી જગ્યા છે કે તેને બહુ સારી રીતે ડેવલપ કરી શકાય તેમ છે. વર્ષોથી એવુ ચર્ચાય છે કે સુરતના વિકલ્પ તરીકે ઉધના રેલવે સ્ટેશનનો વિકાસ કરવામાં આવે. જોકે આ માત્ર ચર્ચા હતી.
હવે રેલવે તંત્ર ઉધના રેલવે સ્ટેશનને ડેવલપ કરવાની દિશામાં આગળ વધતું હોય એવું જણાય રહ્યું છે. ઉધના રેલવે સ્ટેશન પર હાલમાં ત્રણ પ્લેટફોર્મ છે જે પણ ઘણી વખત ઓછા પડતા હોય એવું જણાય છે. હવે રેલવે તંત્રએ ઉધના રેલવે સ્ટેશન પર વધુ બે પ્લેટફોર્મ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.
CP/RP
Reader's Feedback: