સુરત મહાનગર પાલિકામા હાલના 114 બદલે આગામી મહાનગરપાલિકાની ચૂંટણી પછી 135 જેટલા કોપોરેટરો જોવા મળશે. લોકસભા ચૂંટણી તેમજ ચોમાસા બાદ મહાપાલિકામા ઇલેકશન વોર્ડની ફેરરચનાનો ધમધમાટ શરુ થઇ જશે અને સભવતઃ પ્રત્યેક વોર્ડમા એક લાખની વસ્તીનો આધાર લઇ 45 વોર્ડ બનાવવામા આવી તેવી શકયતા જોવાઇ રહી છે.
દર દસ વર્ષે થતી વસ્તી ગણતરીના આંકડાના આધારે સુરત મહાનગર પાલિકાના વોર્ડની પણ ફેરરચના કરવામા આવે છે. સને 1995 પહેલા એકસરખા વોર્ડ ન હોતા. કોઇક વોર્ડમા એર તો કોઇક વોર્ડમા પાચ કોર્પોરેટરોની પણ પેનલ હતી. પણ સને 1991 ની વસ્તી ગણતરીના આંકડાને આધારે ચૂંટણી પંચ દ્રારા તમામ વોર્ડ એકસરખા બનાવવામા આવ્યા હતા. સુરત મહાનગર પાલિકામા એકસરખા 33 વોર્ડની રચના કરવામા આવી હતી ત્યારે 99 કોર્પોરેટરો હતા. ત્યારબાદ સને 2001ની વસ્તી ગણતરીના આધારે સને 2005મા મહાનગર પાલિકાની વોર્ડની ફેરરચના કરવામા આવી હતી અને 33ને બદલે 38 વોર્ડ અને કોર્પોરેટરોની સખ્યા 114 કરવામા આવી હતી. સને 2005મા જયારે વોર્ડ રચના કરવામા આવી ત્યારે પ્રત્યેક વોર્ડ દીઠ સરેરાશ 70 હજારની વસ્તીનો આધારે લેવામા આવ્યો હતો. હાલમા ફરી સને 2011મા વસ્તી ગણતરી કરવામા આવી હતી. સને 2011 ની વસ્તી ગણતરીના આંકડાના આધારે ફરી સુરત મહાનગરપાલિકાના તમામ વોર્ડની ફેરરચના જરુરી બની છે.
ચુટણી પંચએ આશરે છથી સાત મહિના પહેલા જ સુરત મહાનગરપાલિકાને પત્ર લખી વોર્ડની ફેરરચના કરવા અને તે માટે તૈયારી કરવાનુ જણાવ્યુ છે. પરતુ હજુ સુધી રાજયના શહેરી વિકાસ વિભાગ દ્રારા આ અંગે પરિપત્ર જારી કરવામા આવ્યો નહી હોવાથી મનપા કામગીરી શરુ કરી શકી નથી...એવુ માનવામા આવે છે કે જયારે ચુટંણી કરવાની હોય તેના 15 મહિના પહેલા વોર્ડની ફેરરચનાની કામગીરી શરુ કરી દેવાની રહે છે. આ જોતા લોકસભાની ચુટણી અને ચોમાસુ પુરુ થશે કે તુરંત શહેરના તમામ 38 વોર્ડની ફેરરચનાની કામગીરી શરુ કરી દેવામા આવશે.. એમ મનાઇ રહ્યુ કે ગત વખતના 70 હજારની વસ્તીને બદલે આ વખતે એક લાખની વસ્તીનો આધાર લેવામા આવશે.,સુરત શહેરની વસ્તી સને 2001 મા 44.66 લાખ નોઁધાઇહતી ત્યારે શહેરમા સંભવીત 45 વોર્ડ બનશે..એટલે કે ગાલના આગામી ચુટણી હાલના 114 બદલે 135 કોપોરેટર માટે લડશે...
CP/RP
Reader's Feedback: