રૃ।.૭૦૦ કરોડના હવાલા કૌભાંડમાં બોગસ બીલો બનાવી રૃ।.૧૦૪.૬૦ કરોડ આઇસીઆઇસીઆઇ બેન્કમાંથી ઉપાડનાર મહિધરપુરાની આર.એ.ડીસ્ટ્રીબ્યુટર્સના મુંબઇ સ્થિત બે ડિરેક્ટર વિરુદ્ધ બેન્કે આજે મોડીરાત્રે સુરત ક્રાઇમબ્રાંચમાં ફરીયાદ નોંધાવી છે.
હોંગકોંગથી કાગળ ઉપર રફ ડાયમંડ ઇન્પોર્ટ કરી બોગસ બિલ અને ટીટીની નકલો મૂકી તે કાગળો સુરતની ત્રણ બેંકોમાં જમા કરાવી રોકડ રકમ ઉપાડી અને આરટીજી એસથી કરોડો રૃપિયા હોંગકોંગના એક ખાતામાં શિફ્ટ કરી દુબઇ, ઇંગ્લેન્ડ અને આફ્રિક મોકલી રૃ।.૭૦૦ કરોડનું હવાલા કૌભાંડ આચરવામાં આવ્યું હતું. ઇડીએ આ કૌભાંડનો ખુલાસો કરી સુરતના અફરોઝફત્તા અને મુંબઇના મદનલાલ જૈનની સંડોવણી હોવાનું જણાવ્યું હતું.ઇડીએ આ પ્રકરણમાં સુરત પોલીસને પત્ર લખી ગુનો નોંધવા જણાવ્યું હતું. ભારે મૂંઝવણને પગલે ક્રાઇમબ્રાંચે વિવિધ વિગતોનો અભ્યાસ કર્યા બાદ આજરોજ આ પ્રકરણમાં પ્રથમ ફરીયાદ નોંધી છે. રૃ।.૭૦૦ કરોડના હવાલા કૌભાંડ સંદર્ભે પ્રથમ ફરીયાદ રીંગરોડ સબજેલ સામે શ્યામ ચેમ્બર્સમાં આવેલી આઇસીઆઇસીઆઇ બેન્કના કર્મચારી ઉત્પલ દેવેન્દ્રભાઇ દવે એ નોંધાવી હતી.સુરતના મહિધરપુરા સ્થિત કબીર મંદિર સામે નવકાર બિલ્ડીંગમાં ઓફિસ ધરાવતા મેસર્સ આર.એ.ડીસ્ટ્રીબ્યુટર્સ પ્રા.લિ.ના બે ડિરેક્ટરો શૈલેષ રમેશ પટેલ અને અનિકેત અશોક આંબેકર સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ બંને ડીરેક્ટરોએ હવાલા કૌભાંડ અંતર્ગત ૧૩ ડિસેમ્બર ૨૦૧૩થી ૨૪ ફેબુ્રઆરી ૨૦૧૪ દરિમાયન ૧૭ જેટલા બોગસ બીલો બનાવી બેન્કમાં નાણા જમા કરાવ્યા હતા અને તેમાંથી રૃ।.૧૦૪,૬૦,૯૯૦૮૨ ઉપાડી લીધા હતા.
હવાલા કૌભાંડના સૂત્રધારો અફરોઝ ફત્તા કે મદન જૈનનું નામ ફરીયાદમાં નથી. જોકે, ક્રાઇમ બ્રાંચના સૂત્રોના જણાવ્યા મુજબ તપાસ દરમિયાન તે અંગે સાંયોગીક પુરાવા મેળવી ક્રાઇમબ્રાંચ કાર્યવાહી કરશે.
CP/RP
Reader's Feedback: