ફેડરેશનના અધ્યક્ષ ડો. રજની અગ્રવાલે જણાવ્યું છે કે, પાછલા બે દાયકામાં ભારતમાં સ્ત્રીઓ પરિવાર તથા સમાજ માટે મોટો ટેકો બનીને ખૂબ મોટી ભૂમિકા નિભાવી રહી છે. મોટાભાગની મહિલાઓ પોતાનાં ઘર-પરિવારને સંભાળવાની સાથેસાથે પોતાનો વ્યવસાય ફેલાવીને ઘણો આર્થિક ટેકો કરતી હોય છે. આ દરેક કામમાં તેની સામે ઘણા સામાજિક અને આર્થિક પડકારો ઊભા થતા હોય છે.
આ સંમેલન દરમિયાન વિશ્વભરની સ્ત્રીઓને અસર કરનારા મહત્વના મુદ્દા અને સમસ્યાઓનું નિરાકરણ શોધવામાં આવશે.
આ સંમેલનમાં ભાગ લેનારી સ્ત્રીઓ જુદાં જુદાં કારખાનાં અને કંપનીઓની મુલાકાત લેશે. આ મુલાકાતની મદદથી તેઓ લઘુ અને મધ્યમ ઉદ્યોગો(એસએમઇ)ની સ્થાપના અને તેના સફળ સંચાલનના પાઠ ભણશે.
આ સંમેલન દરમિયાન પ્રિયદર્શિની પુરસ્કારની જાહેરાત પણ કરવામાં આવશે. આ પુરસ્કારમાં એવી મહિલાઓને સન્માનિત કરવામાં આવશે, જેણે પોતાના ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ બનાવીને ચોક્કસ સ્થાન મેળવ્યું છે. પૂર્વમાં પ્રિયદર્શિની પુરસ્કાર મેળવનારી મહિલાઓમાં શ્રીલંકાના સુશ્રી જૈને, ઇન્ડોનેશિયાના માર્થા અને ભારતના શહેનાઝ હુસૈનનો સમાવેશ થાય છે.
MP / KP
Reader's Feedback: