ભારતીય સ્ટોક માર્કેટમાં આજે શાનદાર તેજી સાથે કારોબાર જોવા મળ્યો. સેન્સેક્સ 359 પોઇન્ટ વધીને 22,702 અને નિફ્ટી 101 પોઇન્ટ વધીને 6,796નાં લેવલે બંધ આવ્યા. આજનાં ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સે 22,740 અને નિફ્ટીએ 6,808નું ટોચનું લેવલ સ્પર્શયુ.
માર્કેટમાં આજે બેંક, ફાર્મા, કેપિટલ ગુડ્ઝ, મેટલ, ઑટો, રિયલ્ટી સ્ટોકમાં શાનદાર ખરિદારી હતી. જ્યારે આઇટી અને ટેકનોલોજી સ્ટોકમાં વેચવાલી નોંધાઇ.
આજનાં ટ્રેડિંગ સેશનમાં સન ફાર્મા, બેંક ઑફ બરોડા, એક્સિસ બેંક, ટાટા મોટર્સ, પંજાબ નેશનલ બેંક, હિંદાલ્કો, ઇન્ડસઇન્ડ બેંક, એચડીએફસી, આઇસીઆઇસીઆઇ બેંક, સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા, ડીએલએફ અને ટાટ સ્ટીલનાં સ્ટોકમાં 3 થી 6 ટકાની તેજી હતી.
જ્યારે ટેક મહિન્દ્રા, એચસીએલ ટૈક, ઇન્ફોસિસ, ઓએનજીસી, ટીસીએસ, યૂનાઇટેડ સ્પિરિટ્સ અને એસીસીનાં સ્ટોકમાં 3 ટકા સુધીનો ઘટાડો હતો.
DP
Reader's Feedback: