Home» Business» Stock Market» Indian stock market 31 05

સ્ટોક માર્કેટમાં ભારે કડાકો

Agencies | May 31, 2013, 04:52 PM IST

મુંબઇ :

જીડીપી દર છેલ્લા 10 વર્ષનાં નિમ્નસ્તરે આવતા ભારતીય સ્ટોક માર્કેટમાં આજે ભારે કડાકો જોવા મળ્યો. સેન્સેક્સ 455 પોઇન્ટ તૂટીને 19,760 અને નિફ્ટી 138 પોઇન્ટ ઘટીને 5986નાં લેવલે બંધ આવ્યા. જ્યારે સ્મૉલકેપમાં 1.5 ટકા અને મિડકેપમાં 2.5 ટકાનો ઘટાડો હતો.

માર્કેટમાં આજે રિયલ્ટી, ઑઇલ એન્ડ ગેસ, બેંક, એફએમસીજી, પીએસયૂ, પાવર, મેટલ સ્ટોકમાં 3 ટકાનો ઘટાડો નોંધાયો. ઓટો, કેપિટલ ગુડ્ઝ, કંઝ્યૂમર ડ્યૂરેબલ્ અને હેલ્થકેર સ્ટોક પણ તૂટ્યા. માર્કેટમાં આજે માત્ર આઇટી સ્ટોકમાં તેજી હતી.

હેવીવેઇટ સ્ટોકમાં અલ્ટ્રાટેક સિમેન્ટ, રિલાયન્સ ઇન્ફ્રા., પીએનબી, આઇડીએફસી, ગેઇલ ઇન્ડિયા, હિંદાલ્કો, ભારતી એરટેલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ગ્રાસિમ, એચડીએફસી બેંક, સન ફાર્મા, જિંદાલ સ્ટીલનાં સ્ટોકમાં 3 થી 5 ટકાનો ઘટાડો હતો.

જ્યારે ઇન્ફોસિસ, સેસા ગોવા, સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝ, અંબુજા સિમેન્ટ, એચસીએલ ટૈક અને ટીસીએસનાં સ્ટોકમાં 2 ટકા સુધીની મજબૂતાઇ હતી.

સાપ્તાહિક કારોબાર

માર્કેટનાં સાપ્તાહિક કારોબાર પર નજર કરીએ તો સેન્સેક્સમાં 0.3 ટકાની સામાન્ય તેજી હતી, જ્યારે નિફ્ટીમાં ફ્લેટ કારોબાર હતો. બેંક નિફ્ટીમાં 2.3 ટકાનો ઘટાડો હતો.

નિફ્ટી સ્ટોકમાં ટાટા મોટર્સ, સન ફાર્મા, હીરો મોટોકોર્પ, કોલ ઇન્ડિયા, ભેલ, પાવર ગ્રિડ, ઇન્ડસઇન્ડ બેંક, સેસા ગોવા, ઇન્ફોસિસ, આઇટીસી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટીસીએસનાં સ્ટોકમાં 2 થી 9 ટકાની સાપ્તાહિક તેજી હતી. જ્યારે સિપ્લા, ડીએલએફ, ટાટા સ્ટીલ, આઇડીએફસી, બેંક ઑફ બરોડા, ગેઇલ ઇન્ડિયા, એસબીઆઇ, હિંદાલ્કો, આઇસીઆઇસીઆઇ બેંક, મારુતિ સુઝુકી અને લ્યુપિનનાં સ્ટોકમાં 4 થી 9 ટકાનો ઘટાડો હતો.

DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %