ભારતીય સ્ટોક માર્કેટમાં આજે તેજી સાથે કારોબાર જોવા મળ્યો. સેન્સેક્સ 125 પોઇન્ટ વધીને 22,340 અને નિફ્ટી 54 પોઇન્ટ વધીને 6695નાં લેવલે બંધ આવ્યા.
સેન્સેક્સમાં સૌથી વધુ ટાટા પાવર, હિંદાલ્કો, એસબીઆઇ, એનટીપીસી, એરટેલનાં સ્ટોકમાં 4 ટકા સુધીની તેજી નોંધાઇ. જ્યારે બજાજ ઑટો, ઓએનજીસી, એચડીએફસી બેંક, આઇટીસીનાં સ્ટોકમાં સામાન્ય ઘટાડો હતો.
નિફ્ટીમાં સૌથી વધુ 6.5 ટકાની તેજી પંજાબ નેશનલ બેંકનાં સ્ટોકમાં હતી. સાથે જ બેંક ઑફ બરોડા, ટાટા પાવર, હિંદાલ્કો, અલ્ટ્રાટેક સિમેન્ટનાં સ્ટોકમાં 5 ટકા સુધીની તેજી હતી. જ્યારે કેઇર્ન ઇન્ડિયા, બજાજ ઑટો, ઓએનજીસી, આઇટીસી, જિંદાલ સ્ટીલનાં સ્ટોકમાં વેચવાલી નોંધાઇ.
રૂપિયો મજબૂત
ડૉલર સામે રૂપિયાનાં મુલ્યમાં સતત તેજી છે. રૂપિયો 60નાં સ્તરની નીચે છે. ડૉલર સામે આજે રૂપિયો 40 પૈસા મજબૂત થઇને 59.91નાં લેવલે બંધ આવ્યા. 29 જુલાઇ 2013 બાદ પ્રથમ વાર રૂપિયો ડૉલર સામે 60નાં સ્તરની નીચે આવ્યો છે.
DP
Reader's Feedback: