Home» Business» Stock Market» Indian stock market 27 03 14

સ્ટોક માર્કેટમાં તેજી સાથે કારોબાર

Agencies | March 27, 2014, 04:49 PM IST

મુંબઇ :

સ્ટોક માર્કેટમાં આજે નિફ્ટી રોલઓવર હતુ, અને સેન્સેક્સ તથા નિફ્ટી નવી ઉંચાઇએ પહોંચી રહ્યા છે. સેન્સેક્સ 119 પોઇન્ટ વધીને 22,214 અને નિફ્ટી 40 પોઇન્ટ વધીને 6,642નાં લેવલે બંધ આવ્યા. આજનાં ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સે 22,308 અને નિફ્ટીએ 6,674નું સર્વોચ્ચ લેવલ સ્પર્શયુ.

હેવીવેઇટ સ્ટોકમાં આઇડીએફસી, એસબીઆઇ, હીરો મોટોકોર્પ, ભારતી એરટેલ, પંજાબ નેશનલ બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ, બેંક ઑફ બરોડા, અંબુજા સિમેન્ટ, જેપી એસો., ઓએનજીસી, બીપીસીએલનાં સ્ટોકમાં 2 થી 6 ટકાની તેજી હતી. જ્યારે રેનબેક્ષી, ડૉ.રેડ્ડીઝ, ગ્રાસિમ, સન ફાર્મા, સેસા સ્ટરલાઇટ, ટાટા મોટર્સ, ઇન્ફોસિસ, કોટક મહિન્દ્રા બેંક, એચસીએલ ટૈક અને સિપ્લાનાં સ્ટોકમાં 2 ટકા સુધીનો ઘટાડો હતો.

માર્ચ સીરીઝમાં નિફ્ટીમાં 6.5 ટકા, સેન્સેક્સમાં 5.9 ટકાની તેજી હતી. જ્યારે હેવીવેઇટ સ્ટોકમાં પીએનબીમાં 30 ટકા, બેંક ઑફ બરોડાનાં સ્ટોકમાં 29 ટકા, આઇડીએફસી 28 ટકા, હિંદાલ્કો 28 ટકા, ડીએલએફ 25 ટકા, જેપી એસો., 21 ટકા સુધી વધ્યા.
 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %