ભારતીય સ્ટોક માર્કેટમાં આજે તેજી સાથે કારોબાર જોવા મળ્યો. સેન્સેક્સ 105 પોઇન્ટ વધીને 22,551 અને નિફ્ટી 31 પોઇન્ટ વધીને 6,752નાં લેવલે બંધ આવ્યા.
માર્કેટમાં આજે બેંક ઑફ બરોડા, આઇડીએફસી, ભારતી એરટેલ, પંજાબ નેશનલ બેંક, ટાટા મોટર્સ, સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા, સિપ્લા, ઓએનજીસીનાં સ્ટોકમાં 2 થી 5 ટકાની તેજી નોંધાઇ. જ્યારે એશિયન પેઇન્ટ્સ, આઇટીસી, એસીસી, જિંદાલ સ્ટીલ, સેસા સ્ટરલાઇટ, હિંદાલ્કો, એચડીએફસી બેંક અને એચયૂએલનાં સ્ટોકમાં 3 ટકા સુધીનો ઘટાડો હતો.
મિડકૈપ સ્ટોકમાં જેટ એરવેઝ, સ્ટ્રાઇડ્સ આર્કોલૈબ, ઓરિએન્ટલ બેંક, થૉમસ કૂક અને બૉમ્બે ડાઇંગનાં સ્ટોકમાં 8 થી 14 ટકાની તેજી હતી. જ્યારે સ્મૉલકૈપ સ્ટોકમાં એજીસી નેટવર્કસ, એનઆઇઆઇટી, બિનાની ઇન્ડસ્ટ્રીઝ, જેએમ ફાયનાન્સિયલ અને સીલન એક્સપ્લોરેશનનાં સ્ટોકમાં 9 થી 17 ટકાની તેજી હતી.
DP
Reader's Feedback: