ભારતીય સ્ટોક માર્કેટમાં આજે શાનદાર તેજી સાથે કારોબાર જોવા મળ્યો. સેન્સેક્સ 351 પોઇન્ટ વધીને 22,629 અને નિફ્ટી 104 પોઇન્ટ વધીને 6,779નાં લેવલે બંધ આવ્યા. માર્કેટમાં બેંક, રિયલ્ટી, ઑટો સ્ટોકમાં શાનદાર તેજી હતી.
હેવીવેઇટ સ્ટોકમાં ટાટા મોટર્સ, હિંદાલ્કો, આઇસીઆઇસીઆઇ બેંક, ભેલ, એસબીઆઇ, વિપ્રો, એક્સિસ બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા પાવર, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઓએનજીસી, હીરો મોટોકોર્પ, આઇટીસી, ગેઇલ ઇન્ડિયા, સન ફાર્મા, સેસા સ્ટરલાઇટ, એચડીએફસી, ટાટા સ્ટીલનાં સ્ટોકમાં 1 થી 4 ટકાની તેજી હતી. જ્યારે કે એચડીએફસી બેંક, પાવર ગ્રિડ, યૂનાઇટેડ સ્પિરિટ્સનાં સ્ટોકમાં 1 ટકા સુધીનો ઘટાડો હતો.
મિડકૈપ સ્ટોકમાં સદભાવ એન્જિનિયરિંગ, ડીબી રિયલ્ટી, ફિનિક્સ મિલ્સ, અપોલો ટાયર્સ, ક્રૉમ્પટન ગ્રીવ્ઝનાં સ્ટોકમાં 6 થી 15 ટકાની તેજી હતી. જ્યારે સ્મૉલકૈપ સ્ટોકમાં સિકાલ લૉજિસ્ટિક્સ, શ્રી ગ્લોબલ, એનઆરબી બિયરિંગ્સ, સાસકેન કૉમ્યુનિકેશન્સ અને જેકે ટાયર્સનાં સ્ટોકમાં 13 થી 20 ટકાની તેજી હતી.
DP
Reader's Feedback: