ભારતીય સ્ટોક માર્કેટમાં આજે નેગેટિવ કારોબાર જોવા મળ્યો. સેન્સેક્સ 86 પોઇન્ટ ઘટીને 22,629 અને નિફ્ટી 20 પોઇન્ટ ઘટીને 6,776નાં લેવલે બંધ આવ્યા.
માર્કેટમાં આજે ઑટો, ઑઇલ એન્ડ ગેસ, કેપિટલ ગુડ્ઝ, બેંક સ્ટોકમાં વેચવાલી નોંધાઇ. જ્યારે આઇટી અને ફાર્મા સ્ટોકમાં સામાન્ય ખરિદારી હતી.
હેવીવેઇટ સ્ટોકમાં ઇન્ડસઇન્ડ બેંક, સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા, ટાટા મોટર્સ, બીપીસીએલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, મહિન્દ્રા અને ગેઇલ ઇન્ડિયાનાં સ્ટોકમાં 1 થી 4 ટકાનો ઘટાડો હતો. જ્યારે એચસીએલ ટૈક, અંબુજા સિમેન્ટ, સન ફાર્મા, ટેક મહિન્દ્રા, ટીસીએસ, વિપ્રો, સિપ્લા અને ઇન્ફોસિસનાં સ્ટોકમાં 3 ટકા સુધીની તેજી હતી.
મિડકેપ સ્ટોકમાં એબજી શિપયાર્ડ, રૈડિકો ખેતાન, આઉટ ઑફ સિટી, ત્રિવેણી ટર્બાઇન, આયશર મોટર્સનાં સ્ટોકમાં 3 થી 7 ટકાનો ઘટાડો હતો. જ્યારે ગુજરાત ગેસ, આરસીએફ, ઇન્ડિયા સિમેન્ટ, ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ, વિડિયોકોનનાં સ્ટોકમાં 5 થી 20 ટકાની તેજી હતી.
DP
Reader's Feedback: