ભારતીય સ્ટોક માર્કેટમાં આજે સામાન્ય કારોબાર જોવા મળ્યો. સેન્સેક્સ 13 પોઇન્ટ વધીને 22,715 અને નિફ્ટી કોઇ ફેરફાર વિના ફ્લેટ બંધ આવ્યા.
હેવીવેઇટ સ્ટોકમાં આજે ડૉ.રેડ્ડીઝ, સન ફાર્મા, એચસીએલ ટેક, લ્યૂપિન, ટેક મહિન્દ્રા, હીરો મોટો, ઇન્ફોસિસ, આઇસીઆઇસીઆઇ બેંક, ઇન્ડસઇન્ડ બેંક, જિંદાલ સ્ટીલ, બેંક ઑફ બરોડા, આઇટીસી, હિંદાલ્કો, એશિયન પેઇન્ટ્સ, ભારતી એરટેલ, ગ્રાસિમનાં સ્ટોકમાં 3 ટકા સુધીનો ઘટાડો હતો.
જ્યારે ટાટા પાવર, એનટીપીસી, બીપીસીએલ, કેઇર્ન ઇન્ડિયા, ટાટા મોટર્સ, કોટક મહિન્દ્રા બેંક, એસબીઆઇ, ભેલ, એનએમડીસી, એચયૂએલ, વિપ્રો, કોલ ઇન્ડિયા, ગેઇલ ઇન્ડિયા, પાવર ગ્રિડ, એસીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, મારુતિ સુઝુકીનાં સ્ટોકમાં 1 થી 4 ટકાની તેજી હતી.
મિડકૈપ સ્ટોકમાં એસ્સાર ઑઇલ, એડલવાઇઝ, ભારત ઇલેક્ટ્રિક, એસ્સાર પોર્ટ્સ, પુંજ લૉયડનાં સ્ટોકમાં 6 થી 9 ટકા સુધીની તેજી હતી.
DP
Reader's Feedback: