Home» Business» Industrial» Hyundai bags top exporter award in india

હ્યુંડાઈને શ્રેષ્ઠ નિકાસકારનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો

એજન્સી | January 23, 2014, 05:29 PM IST

નવી દિલ્હી :
વાહન બનાવતી દેશની અગ્રણી કંપની હ્યુંડાઈ મોટર્સ ઈન્ડિયા લિમિટેડ(એચએમઆઈએલ)ને વર્ષ 2012-13માં સૌથી વધુ વાહનોની નિકાસ કરવા માટે  ઈઈપીસી ઈન્ડિયા નેશનલ એવોર્ડથી સન્માન્તિ કરવામાં આવી હતી.
 
હ્યુંડાઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કંપનીને આ પુરસ્કાર મોટા વાહનોની શ્રેણીમાં આપવામાં આવ્યો છે. 2004માં કંપનીએ સૌથી વધુ કારની નિકાસ કરી હતી. વર્ષ 2012-13માં હ્યુંડાઈએ 9.4 ટકાના વધારા સાથે 2,59,811 કારની નિકાસ કરી હતી.
 
કંપનીએ જણાવ્યું હતું કે, હ્યુંડાઈએ યુરોપ અને તેની બહારના લગભગ 120 દેશોમાં આધુનિક પ્રીમિયમ ઉત્પાદનો રજૂ કરીને નિકાસ બજારમાં આ સિદ્ધિ મેળવી છે. વર્તમાનમાં કંપની પોતાના કુલ ઉત્પાદનમાંથી 40 ટકા નિકાસ યૂરોપીય સંઘ, આફ્રિકા, પશ્ચિમ એશિયા, લેટિન અમેરિકા, ઓસ્ટ્રેલિયા તથા એશિયાના દેશોમાં કરે છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %