Home» Business» Industrial» Hmsi to invest rs 1100 crore to set up new plant in gujarat

હોંડા ગુજરાતમાં રૂપિયા 1100 કરોડના ખર્ચે પ્લાન્ટ સ્થાપશે

એજન્સી | February 05, 2014, 03:57 PM IST

ગ્રેટર નોઈડા :
હોન્ડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા (એચએમએસઆઈ) ગુજરાતમાં અમદાવાદમાં રૂ. 1100 કરોડના ખર્ચે સ્કૂટર બનાવાનું કારખાનું સ્થાપશે. હરિયાણા, રાજસ્થાન અને કર્ણાટક પછી કંપનીનો આ ચોથું કારખાનું હશે.
 
2015-16ના બીજા ત્રિમાસિક ગાળા સુધીમાં આ પ્લાન્ટ કાર્યાન્વિત થઈ જશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એચએમએસઆઈના સીઈઓ કીતા મુરામાત્સુએ જણાવ્યું હતું કે, હોન્ડા અમદાવાદમાં ભારતનું ચોથું કારખાનું ખોલવા જઈ રહી છે. જેમાં સ્કૂટર બનાવવા આવશે. આ પ્લાન્ટની વાર્ષિક ક્ષમતા 12 લાખ સ્કૂટર બનાવવાની હશે. કંપની આ પ્લાન્ટ માટે રૂ. 1100 કરોડ ખર્ચશે. 2015-16ના બીજા ત્રિમાસિક ગાળામાં આ પ્લાન્ટ શરૂ થઈ જશે.
 
નવા પ્લાન્ટમાં સ્કૂટરો માટે બે એસેમ્બલી લાઈન હશે અને જેમાં લગભગ 3000 લોકોને રોજગારી મળશે. કંપનીની વર્તમાન ક્ષમતા 46 લાખ વાહનો ઉત્પાદિત કરવાની છે. ભારતમાં સીબી યુનિકોર્ન અને સીબી શાઈન જેવી મોટરસાઈકલનું ઉત્પાદન કરતી એચએમએસઆઈએ  આજે નવી સ્કૂટર એક્ટિવા 125 અને એક મોટરસાયકલ સીબીઆર 650Fફ રજૂ કરી હતી.
 
ભારતમાં એક્ટિવા 125 નાણાંકીય વર્ષ 2014-15ના પહેલા ત્રિમાસિકગાળામાં જ્યારે મોટરસાઈકલ સીબીઆર 650F 2015-16માં ઉપલબ્ધ થશે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %