સુરત શહેરમા બે દિવસ રહેલા પુરના સંકટ બાદ ફરી એક વખત સુરતી લાલાઓ પર પુરનું સંકટ છવાયુ છે. ગત રાતથી પડેલા ઘુઆધાર વરસાદના પગલે શહેરના નીચાણવાળા વિસ્તાર તેમજ અન્ય સ્થળો પર પાણીનો ભરાવો થઇ ગયો હતો. જેમા પણ ખાસ કરીને કાદરશાની નાળ, રાંદેર, કતારગામ, પડોળ, વરાછા, પાડેસરા તથા અન્ય સ્થળો પર વરસાદના પાણીને કારણે બે થી ત્રણ ફુટ જેટલા પાણી ભરાઇ ગયા હતા. જેને પગલે સવારથી જ જનજીવન ઠપ થઇ ગયુ હતુ.
શરૂઆતમા તો શાળાઓ રાબેતા મુજબ શરુ થઇ હતી. જો કે પાણીના ભરાવાના કારણે તાત્કાલિક સ્કુલ તથા કોલેજને બંધ કરવાનો આદેશ આપવામા આવ્યો હતો. આ ઉપરાત નોકરી તેમજ અન્યો સ્થળ પર જવા નીકળેલા લોકોને ટ્રાફીક તેમજ પાણીના ભરાવાનો સામનો કરવો પડયો હતો. વરસાદે ચાલુ કરેલી ધુઆધાર બેટિંગને કારણે ડાયંમડ તથા કાપડ માર્કેટ બંધ રાખવામા આવી હતી. છેલ્લા ત્રણ દિવસથી પડેલા વરસાદના કારણે વેપારીઓએ કરોડો રુપિયાનુ નુકશાન સહેવાનો વારો આવ્યો હતો.
જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને જોતા ફરી એક વાર સુરતમા પુર આવવાની ભીંતી સેવાઇ રહી છે. આ ઉપરાત હીરાના રત્નકલાકાર તેમજ લુમ્સના કારખાનામા કામ કરતા કારીગરોને બપોરે રજા આપી દેવામા આવી હતી. પાડેસરા તથા પંડોળ વિસ્તારમા વરસાદી પાણીને કારણે લોકોના ઘરમા પાણીનો ભરાવો થઇ ગયો હતો. તેમજ નીચાણવાળા વિસ્તારના લોકોએ પોતાના ઘરનો સામાન ફરીથી ખસેડવાની નોબત આવી હતી. આ ઉપરાત ફરી એકવાર પુર આવવાના ભયને પગલે સુપર સ્ટોર, શાકભાજી માર્કેટમા લોકોની લાંબી કતારો જોવા મળી હતી.
વેડરોડ પંડોળ વિસ્તારમા તથા કતારગામ દરવાજા પાસે ત્રણ થી ચાર ફુટ જેટલું પાણી ભરાતા વાહનવ્યવહાર ઠપ થઇ ગયો હતો. જયા ઉધના ઝોનમા ખાડીના પાણી બે ફુટ સુધી ગયા હતા. તેમજ તેની આસપાસની ઝુપડપટ્ટીના ઘરોમા પાણીનો ભરાવો થઇ જતા તંત્રએ લોકોને અન્ય સુરક્ષીત સ્થળ પર સ્થાળાંતર કરવાની અપીલ કરી હતી.
CP/DP
Reader's Feedback: