Home» Women» Home Decor» Gypsy style home decor tips

ઘરને આપો ભાતીગળ જિપ્સી ટચ

જીજીએન ટીમ દ્વારા | September 22, 2012, 05:17 PM IST

અમદાવાદ :

જે લોકો કંઇક અલગ અને ખાસ ડેકોરેશન કરવા માંગે છે તેમને જિપ્સી ડેકોરેશન ખૂબ પસંદ પડશે. કારણ કે જિપ્સી ડેકોરેશનમાં તમે ઢગલાબંધ રંગો, વિન્ટેજ પીસ, કલાત્મક મૂર્તિઓ, રંગબેરંગી દોરા, બિડ્સ, મોતીઓનો ઉપયોગ કરીને ઘરને ક્લાત્મક અને ભાતીગળ લૂક આપી શકશો.

દિવાળી આગમનને હવે થોડા મહિનાની વાર છે ત્યારે દરેક હોમમેકર એવું વિચારે કે તેણે પોતાના ઘરને એક આગવો અને વિશિષ્ટ લૂક આપવો છે. તમારા સ્વિટહોમને વિશિષ્ટ લૂકમાં ઢાળવા તમે આ વખતે ઘરમાં જિપ્સી ડેકોરેશન સ્ટાઇલ અપનાવી શકો છો.

ઝગમગતાં ઘાટા રંગો, રિચ ટેક્સચર્સ, બીડ્સ, મેટાલિક થ્રેડ જેવી વસ્તુઓથી તમે આખા ઘરને અથવા તો કોઈ એક રૂમને જિપ્સી થીમ વડે સજાવી શકો છો. આ ઉપરાંત જિપ્સી થીમ હેઠળ તમે વેસ્ટ તથા જૂની વસ્તુઓ, એથ્નિક વસ્તુઓ તથા ફર્નિચરનો ઉત્તમ ઉપયોગ કરીને જિપ્સી સજાવટ કરી શકો છો.

જિપ્સી સજાવટ કરવા તમે તમારી જૂની સાડી કે દુપટ્ટાનો ઉપયોગ સરળતાથી કરી શકો. બસ તેના કલર એકદમ ઘાટા હોવા જોઈએ. એ ઉપરાંત તમે તમારી આગવી સર્જનાત્મકતા જેટલી વાપરશો તેટલી સરસ રીતે આ ભાતીગળ સજાવટ કરી શકશો.

જો તમે એક જ રૂમ સજાવવા માંગતા હો તો રૂમનાં પ્રવેશદ્વાર પાસે બે ડાક્રકલરની સાડીના પડદા બનાવી દો. રૂમના બેડમાં કે સોફામાં કુશન સોફા કવરનું ફેબ્રિક એકદમ ડાર્ક રાખવું. રૂમની વચ્ચે તમે ચાઇનિઝ લાલટેન અથવા તો તમારું જ જૂનું  ફાનસ રંગીને લટકાવી શકો. એ ઉપરાંત તમે ઇચ્છો તો ટેરાકોટાનું ફાનસ કે દીપમાળા પણ લટકાવી શકાય.

જૂની ચાવીઓના ઝૂડા, જૂના આડણી- વેલણ, બરણીઓ, નકશીકામ કરેલાં વાસણને તમે કોર્નર ટેબલ પર કે શો- કેસમાં ગોઠવી શકો છો. શો- કેસની આસપાસના ડાર્ક દુપટ્ટા લટકાવી શકાય. પડદાની જગ્યાએ પણ સાડી કે દુપટ્ટાનો ઉપયોગ કરી શકાય.

જે રૂમ તમારે જિપ્સી થીમથી સજાવવો હોય ત્યાં તમે એકાદી દીવાલ પરમડ અને મિરર વર્ક કરી શકો.

જિપ્સી થીમ દ્વારા વરંડા તથા ગાર્ડનની સજાવટ

 

 

1

જિપ્સ થીમ દ્વારા તમે ઘરની અંદર ઉપરાતં ઘરની બહારની જગ્યા અને ગાર્ડનને સરસ રીતે સજાવી શકો છો.

2

ગાર્ડનમાં તમે ફાનસ,પહેલાંના સમયના લાલટેન, ઘોડાગાડી, મ્યૂરલ્સ વગેરેનો ઉપયોગ કરી એક આગવી અને અદભુત સજાવટ કરશો તો જોનારા છક થઈ જશે.

3

ગાર્ડનમાં કે પરસાળમાં હાથભરતના પડદા, તોરણ, લટકણિયાં,મોટા સ્ટીલ કે પિત્તળનાં બેડાં, માટીનાં માટલાં, બામ્બુ ફર્નિચરનો ઉપયોગ કરી શકાય.

4

તમે જૂના મોતી કે બિડ્સનાં તોરણને તમારા પલંગ કે સોફાની આસપાસ લટકાવી શકો છો. લેસનો ઉપયોગ કરીન સોફાની નીચેની ધાર પર અથવા તો ટેબલની આસપાસ ઝૂલ બનાવી શકો છો.

5

જિપ્સી સ્ટાઇલ ડેકોરેશન એ તમારી કળાસૂઝને વિસ્તરવાની તક આપે છે. જિપ્સી ડેકોરેશનમાં તમે રસોડાની નાની ચમચીથી માંડીને મોંઘા ફર્નિચરનો ઉપયોગ કરી શકો છો. તો પછી ચાલો અહીં આપેલા થોડાક આઇડિયા અપનાવો અને આ વખતે કરો જિપ્સી સ્ટાઇલનું હોમ ડેકોરેશન.

 

MP/DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %