ઘર ગમે તેટલાં લેટેસ્ટ ફર્નિચર અને નવી નવી થીમથી સજાવેલું હોય, પરંતુ ઘરની અંદર કે બહાર પગરખાં આમ- તેમ પડ્યાં હશે. તો ઘરની સજાવટની મજા મરી જશે. પગરખાંને આડાઅવળાં રાખવાને બદલે આધુનિક ફર્નિચર અને થીમ સાથે મેચ થતાં શૂ રેકમાં ગોઠવી દેશો, તો એમાં તમારી સૂઝબૂઝનાં વખાણ તો થશે જ સાથે સાથે ઘરનાં પ્રવેશદ્વારે ગંદકી પણ નહીં લાગે.
સુવિધાભર્યા શૂ રેક
બેન્ચ શૂ રેક
બેન્ચ જેવી ડિઝાઇનનું શૂ રેક સૌથી વધુ પસંદગી પામે છે. તે મેટલ અથવા તો લાકડાંની બનાવટનું હોય છે. જે આગળથી ખુલ્લું હોય છે અને પાછળથી પગરખાં પડી ન જાય તે માટે લાકડાં કે મેટલની શીટથી બંધ કરવામાં આવેલું હોય છે જેમાં બે થી માંડીને પાંચ રેક હોય છે.
ડિઝાઇનર રાઉન્ડ શૂ રેક
આ શૂ રેક એકદમ ટ્રાન્સપરન્ટ અને ડિઝાઇનર હોય છે. જેમાં ગોળ ફરતાં અલગ અલગ ખાનાં હોય છે. જેમાં તમે એકસાથે અથવા તો દરેક ખાનામાં તમારા એક એક પગરખા મૂકી શકો છો. આ શૂ રેકની બનાવટ એકદમ ડિઝાઇનર હોય છે જેમાં મેટલની સાથે ગ્લાસનો પણ ઉપયોગ થતો હોય છે. એટલે તેને સાફ- સફાઈની જરૂર વધારે પડે છે.
મલ્ટિ પર્પઝ શૂ કેબિનેટ
શૂ કેબિનેટની ડિઝાઇન મલ્ટિપર્પઝ હોય છે. લાકડાં, પ્લાસ્ટિક અથવા તો મેટલનું શૂ કેબિનેટ દરવાજા પાસે કે દરવાજાની બહાર મૂકવામાં સરળતા રહે છે. ઓછામાં ઓછા પાંચ રેકનું આ કેબિનેટ શૂઝ મૂકવાની સાથે સાથે પેપર અને મેગેઝિન મૂકવા માટે પણ વાપરી શકાય છે.
ઉપરની સરફેસ પણ વ્યવસ્થિત હોવાથી આ શૂ રેકની ઉપર ફ્લાવર પોટ, ઇન્ડોર પ્લાન્ટ કે ડેકોરેશનની અન્ય કોઈ આઇટમ મૂકશો તો શૂ રેક સગવડતા પણ સાચવશે અને ઘરની સુંદરતામાં પણ વધારો કરશે.
હેગિંગ શૂ રેક
તમારું ઘર નાનું હોય તો તમે લટકતાં શૂ રેક પણ દીવાલે ટિંગાડી શકો છો. આ રીતના હેગિંગ શૂ રેક મુખ્યત્વે વાંસ અથવા તો પછી જાડા કાપડમાંથી મેટલની સાથે ફિક્સ કરીન બનાવવામાં આવે છે, જે મોટા ભાગે ત્રણ સ્તરના હોય છે.
લાકડાના હેગિંગ શૂ રેક પણ મળી રહેશે. જેને નાના ઘરમાં દરવાજા પાસે સરળતાથી લગાવી શકાય છે.
બંધ બારણાંના શૂ રેક
આ શૂ રેક એવી સુવિધાવાળા હોય છે જેને તમે બૂટ- ચંપલ મૂક્યા બાદ બંધ પણ કરી શકો છો. અને જો ખુલ્લું રાખવા માગતા હો તો ખુલ્લું પણ રાખી શકો છો. આ પ્રકારના શૂ રેક મોટા ભાગે લાકડાંની બનાવટના હોય છે. આ શૂ રેકને તમે ઘરના દરવાજા પાસે અથવા તો બેડરૂમ પાસે સરળતાથી રાખી શકો છો.
શૂ રેકની સંભાળ
મોટા ભાગે શૂ રેકની બનાવટમાં લાકડાનો વપરાશ થતો હોવાથી એ ધ્યાન રાખવું કે ભીના પગરખાં તેમાં મૂકી ન દેવા.
ચોમાસાના સમયમાં બૂટ -ચંપલમાંથી કાદવ અને રેતી ખંખેરીને પગરખાં ધોઈને કોરા કર્યા બાદ જ શૂ રેકમાં મૂકવા. નહિતર ખરાબ વાસ ફેલાઈ જશે.
અઠવાડિયામાં એક વાર શૂ રેકની વ્યવસ્થિત સફાઈ કરવી જેથી તેની ચોખ્ખાઈ જળવાઈ રહે અને ગંદકી ન ફેલાય.
મેટલના શૂ રેકને પાણીથી કાટ ન લાગે તે રીતે તેની સફાઈ કરવી.
MP / YS
શૂ રેકઃ ફૂટવેર મૂકવાનું આલિશાન ઠેકાણું
અમદાવાદ :
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: