Home» Women» Home Decor» Home safety rules

ઘરની સુરક્ષા બાબતે ન રહો ગાફેલ

જીજીએન ટીમ દ્વારા | August 03, 2012, 03:59 PM IST

અમદાવાદ : સ્વચ્છ અને સુંદર ઘરસજાવટ સ્ત્રીનો વિશેષ ગુણ છે, પરંતુ આ વિશેષ ગુણ સાથે ઘરમાં સેફ્ટી ટિપ્સ અમલમાં મુકાય તો તે સ્ત્રીની વિશેષ આવડત ગણાશે. આજે શહેરોમાં ચોરી અને લૂંટફાટ વધવા લાગ્યાં છે. તો એવા સમયમાં સતર્કતા રાખીને તમે મોટા નુકસાનથી બચી શકો છો. તો ચાલો આજે જાણી લો કે હોમ સેફ્ટી માટે કેવી કેવી ઝીણવટભરી બાબતો યાદ રાખવી જોઈએ. કેટલીક નાની સાવધાની અને સતર્કતા રાખશો તો મોટી મુશ્કેલીઓ કે દુર્ઘટનાનો ભોગ બનવાથી બચી જશો

ઘરના દરવાજામાં લગાવવાની ‘મેજિક આઈ’ મળે છે. તે તમામે લગાવવી જ જોઈએ. જેથી જ્યારે પણ ઘરનો દરવાજો ખખડે ત્યારે તમે ઘરમાંથી બહાર જોઈ શકો.

ઘરની બહારનો ડોરબેલ ચાલે છે કે નહીં તે ચેક કરી લેવું.

અત્યારે ટેકનોલોજી ઘણી વિકસી ગઈ છે. તો તમે ઘરમાં પણ ક્લોઝ સર્કિટ કેમેરા લગાવી શકો છો. વર્કિંગ વુમન આખો દિવસ એકલાં રહેતાં બાળકોનું ધ્યાન રાખી શકે તે માટે ઘરમાં પર્સનલ સીસીટીવી કેમેરા લગાવીને તેને કમ્પ્યૂટર સાથે જોડીને પણ પોતાના ઘર પર નજર રાખી શકે છે.

એપાર્ટમેન્ટમાં રહેતાં હો તો બહારગામ જતી વખતે ગેટકીપર અને ચોકીદારને અવશ્ય જાણ કરવી.

હંમેશાં ચેક કરતાં રહેવું કે ઘરમાં અથવા તો સોસાયટીમાં સંકટ સમયની એલાર્મ સીસ્ટમ લગાવવામાં આવી છે તે યોગ્ય રીતે ચાલે છે કે નહીં?

ઘરનાં બારણાંમાં સેફ્ટી ચેન લગાવવી જેથી દરવાજો આખો ન ખૂલી જાય.

તમે બંગલામાં કે ટેનામેન્ટમાં રહેતાં હો અને તમારું ઘર છેવાડાનું હોય તો ઘર પાસે કાંટાવાળાં વૃક્ષો અથવા તો બાઉન્ડ્રી વોલ પર તાર લગાવડાવી દેવાં.

તમારું ઘર છેવાડાનું હોય તો વરંડા કે પરસાળની લાઇટ ઘરની અંદરથી થતી હોય તેવી વ્યવસ્થા કરવી. જેથી રાત્રે કંઇક તપાસ કરવી હોય તો તમે દરવાજો ખોલીને બહાર જવાને બદલે અંદરથી જ લાઇટ કરી શકો.

ઘરની સુરક્ષા માટેનો સૌથી સારો વિકલ્પ છે ફિંગરપ્રિન્ટ લોક. આ પ્રકારનું લોક જેના ફિંગરપ્રિન્ટ નોટ થયા હશે તેનાથી જ ખૂલશે.

ઘરમાં નોકર, ઘરઘાટી, સિક્યોરિટી ગાર્ડ હોય તો તેમનું નામ, ઓળખપત્ર, સરનામું તમારા વિસ્તારના પોલીસસ્ટેશનમાં રજિસ્ટર કરાવડાવો. રજિસ્ટ્રેશન કરાવવાથી ભવિષ્યમાં ક્યારેય જો ઘરમાં ચોરી કે લૂંટ જેવી દુર્ઘટના થાય તો ચોરને શોધવામાં સરળતા રહે છે.

ઘરની અથવા તો તિજોરીની ચાવીઓ મોટા ભાગે ડ્રેસિંગ ટેબલ, ડ્રોઅર, ગાદલાંની નીચે છુપાવવામાં આવતી હોય છે. યાદ રાખો કે આ બધી જ એકદમ કોમન જગ્યાઓ છે. ઘરમાં ચોરી કરવા આવેલી વ્યક્તિ આ બધી જ જગ્યાઓએ સૌથી પહેલાં ચાવીઓની શોધખોળ કરે છે.

ઘરમાં કામ કરવા આવતાં નોકર કે બાળકોનું ધ્યાન રાખવા માટે મેડ રાખી હોય તો તેને તમારી અંગત વાતો ઉપરાંત બહાર જવાના પ્લાનિંગ વિશે અગાઉથી કોઈ વાતો ન કહેવી.

પતિ- પત્ની બંને કામ કરતાં હોય તો નોકરના ભરોસે ઘર છોડીને ન જાઓ. બંનેમાંથી કોઈ એક વ્યક્તિની હાજરી હોય ત્યારે જ ઘરનું કામ કરાવડાવવું.

આજકાલ બાળકોના અપહરણની ઘટનાઓ પણ વધી રહી છે. માટે જો બાળકો નાનાં હોય તો એમને પહેલેથી ઘરના સભ્યોનાં નામ તથા ઘરનું સરનામું, મોબાઇલ નંબર મોઢે કરાવી દેવા.

આજકાલ સ્લાઇડિંગ વિન્ડોની ફેશન છે. તમે ફલેટમાં રહેતાં હો તો સ્લાઇડિંગ વિન્ડોની બહાર નાની જાળી કે ગ્રિલ લગાવો જેથી બાળકો રમતાં હોય તો પડી જવાનો કે વાગવાનો ભય ન રહે.

ઘણી વાર મોબાઇલ કે લેન્ડલાઇન ફોન પર જુદી જુદી બેંકના નામે તમારા ક્રેડિટ કાર્ડ, બેંક એકાઉન્ટ નંબર જણાવવાના, અલગ અલગ સ્કીમ માટેના ફોન આવતા હોય છે. આ પ્રકારના કોલ્સમાં તમારા બેંકએકાઉન્ટને લગતી કે અન્ય કોઈ પણ અંગત માહિતી ન આપવી જોઈએ.

નોકર જ્યારે રજા પર હોય ત્યારે તેમની અવેજીમાં બીજા કોઈ વ્યક્તિને મૂકી જાય છે. આવી વ્યક્તિનાં કામ અને ભૂતકાળની ચોકસાઈ કર્યા પછી જ તેમને કામ પર રાખવા.


MP / YS

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %