દિવાળીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે ઘર સજાવવાના શોખીનો અત્યારથી તેની તડામાર તૈયારીમાં લાગી ગયા છે. તમે જો તમારા ઘરને આગવી રીતે સજાવવા માંગતા હો તો હવે એવા કેટલાય સોફ્ટવેર તથા એપ્સ તમારી મદદ કરી શકે છે. એની મદદથી તમે જ તમારા ઘરના એક્સપર્ટ ડિઝાઇનર બની શકો છો. તો ચાલો જાણીએ ઘર સજાવવાની કેટલીક એપ્લિકેશન્સ વિશે.
હોમ ડેકોર
પ્લેટફોર્મ આઇઓએસ
કોઈ જ કિંમત નથી
દિવાળીના સમયમાં જુદા જુદા રંગોથી દીવાલને રંગવાની ખૂબ મજા આવશે. રંગોની મજા હવે તમને એપ્લિકેશનની મદદથી મળી શકે છે. એપ્પલ આઇફોન ઉપર ચાલતી આ એપ્લિકેશનની મદદથી તમે જોઈ શકશો કે એ રંગો લગાવ્યા બાદ તમારી દીવાલો કેવી લાગશે? આ એપ્લિકેશનની મદદથી તમે તમારી દીવાલોના ફોટા લો અને તેના માટે જુદા જુદા રંગ પસંદ કરીને જુઓ. તમને તરત ખબર પડશે કે તમારી દીવાલ કેવી દેખાય છે?
આ એપ્સની મદદથી તમે ફર્નિચર દીવાલ હેગિંગ્સ અને અન્ય વસ્તુ માટેના રંગ પણ પસંદ કરી શકો છો.
ડિઝાઇન ડાયમેન્શન
તમે તમારા રૂમને સજાવવા અથવા તો રૂમમાં નવું ફર્નિચર વસાવવા માંગો છો તો ફર્નિચરની શોપમાં જતાં પહેલાં જરા થોભો. ફર્નિચર લેતાં પહેલાં એકવાર ડિઝાઇન ડાયમેન્શન એપ્લિકેશનનો ઉપયોગ કરો અન પછી જુઓ તમારું કામ કેવું સરળ બની જાય છે.
આ એપ્લિકેશનનો ઉપયોગ કોઈ પણ કરી શકે છે. આ એપ્લિકેશનમાં દરેક બાબતનું થ્રીડી ચિત્ર હાજર છે જેથી આર્કિટેક્ટથી માંડીને કોન્ટ્રાક્ટર, બિલ્ડર, રિટેલર માટે આ એપ્લિકેશન ખૂબ જરૂરી છે. આ એપ્લિકેશન તમને એ સમજાવવામાં મદદ કરશે કે તમે જે વસ્તુ લાવવા માંગો છો તેના માટે તમારા ઘરમાં કે રૂમમાં પૂરતી જગ્યા છે કે નહીં?
હાઉસ ઇન્ટિરિયર ડિઝાઇન આઇડિયા
પ્લેટફોર્મ આઇઓએસ
નિઃશુલ્ક
આ એપ્લિકેશન એટલી મદદરૂપ છે કે સીએનએને આ એપ્લિકેશનને ‘ઇન્ટિરિયરનો વિકીપીડિયા’ તરીકે નવાજી છે. આ એપ્લિકેશનમાં હોમ ડોકેર ડિઝાઇનિંગથી માંડીને અન્ય ટિપ્સ વિશે દુનિયાભરની માહિતી છે. એ એપ્લિકેશનમાં તમે પાંચ લાખ ઇમેજ જોઈ શકો છો. તમે તમારા રૂમ અને તેના લોકેશન પ્રમાણે તમારી પસંદગીની ડિઝાઇન મેળવી શકો છો. સાથેસાથે તેમાં આપેલી આઇડિયા બુકમાંથી તમારી પસંદગીની ડિઝાઇન,સ્થાનિક ડિઝાઇનર અને આર્કિટેક્ટની પંસદગી પણ કરી શકો છો.
ડોર્સ
પ્લેટફોર્મ-આઈઓએસ
કિંમત -2.99 અમેરિકન ડોલર
મહેમાન જ્યારે ઘરમાં પ્રવેશે ત્યારે સૌપ્રથમ દરવાજો જોતા હોય છે. દરવાજો ભવ્ય અને આકર્ષક હોય તો તેનાથી જ લોકો ઘરની અંદરની ભવ્યતા વિશે પોતાની ધારણા બાંધી લેતા હોય છે. ડોર્સ એપ્લિકેશન તમને દરવાજાની અલગ અલગ ડિઝાઇનનો સ્લાઇડ શો બતાવશે. જેમાંથી તમે તમારા દરવાજા માટે ટકાઉ અને સુંદર ડિઝાઇન પસંદ કરી શકો છો.
જોકે આઇફોનની આ એપ્લિકેશન માટે આશરે ત્રણ અમેરિકન ડોલર રકમ ખર્ચવી પડે છે.
ઇકો મોર્ડન કિચન
પ્લેટફોર્મ-આઇઓએસ
કિંમત- 4.99 અમેરિકન ડોલર
રસોડું કોઈ પણ ઘરનું હાર્દ હોય છે. જો તેમાં આધુનિક સુવિધા આપતું સગવડભર્યું ઇન્ટિરિયર હોય તો ગૃહિણીને એ ખૂબ આકર્ષે છે. 2011માં ‘ઇકો ડિઝાઇન એપ્સ’ એવોર્ડ જીતી ચૂકેલી આઈફોનની આ એપ્લિકેશન રસોડાની દરેક પ્રકારની સુવિધાને ધ્યાનમાં રાખે છે.
આ એપ્લિકેશન એવી રીતે બનાવવામાં આવી છે કે જેના ઉપયોગ થઈ ઊર્જાનો ઉપયોગ ઓછો થાય. ઉપરાંત પાણીનો વપરાશ પણ ઓછો થાય તેવી ટિપ્સ અને ડિઝાઇન જણાવવામાં આવી છે.
MP / YS
મોબાઈલ એપ્સથી સજાવો ઘર
નવી દિલ્હી :
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: