Home» Women» Home Decor» Floating diya in diwali homedecor

દીવાળીને ઝગમગાવશે ફ્લોટિંગ દીવા

જીજીએન ટીમ દ્વારા | November 06, 2012, 07:48 PM IST

અમદાવાદ : દીવાળીનો તહેવાર હવે તો સાવ આંગણે આવીને ઉભો છે. ઘરની સાફસફાઇની મોટા ભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાથી હવે ગૃહિણીઓથી માંડીને વર્કિંગ વુમનનું ધ્યાન જશે ઘરની સાજ સજાવટ તરફ. સ્વાભાવિક છે કે અવનવા દીવડા વિના દીવાળીની સજાવટ અધૂરી જ હોય.

આ વખતે માર્કેટમાં માટી તથા ટેરાકોટાના દીવડાની સાથે સાથે ફલોટિંગ દીવા આવ્યા છે જે દીવાળીની સજાવટના ઝળહળાટને બે ગણો કરી દેશે.

સુશોભિત દીવા અને પૂજા થાળી

ધનતેરસની લક્ષ્મીપૂજા તથા દીવાળી તથા નવા વર્ષે થતી પૂજા માટે અત્યારે ખાસ ડિઝાઇનર થાળી પણ મળે છે જેમાં ગણપતિ  સ્વસ્તિક તથા મીણયુક્ત દીવો સેટ કરેલા જ હોય છે.

અત્યારે માર્કેટમાં સાદા દીવાની સાથે સાથે મીણની સાથે દીવેટ સેટ કરેલાં વેક્સના દીવા પણ મળે છે. જેને માટીનો બેઝ કે ટેરાકોટાનો બે લઇને બનાવવામાં આવ્યા હોય. દીવાળી માટે બનાવેલા આ દીવાની ઉપર રંગો વડે આકષર્ક ડિઝાઇન બનાવવામાં આવેલી હોય છે. 


ડેકોટરેટિવ દીવા

ઘણા દીવા પર લાખકામ કરીને ટ્રાન્સપરન્ટ અને રંગબેરંગી સ્ટોન વડે સજાવટ કરવામાં આવી હોય છે.



કિડ્ઝ દીવા


હવે દીવા તથા કેન્ડલ સાથે હોય એ પ્રમાણેના ફ્લોટિંગ દીવા મળે છે. જેને મીણની મદદથી અલગ અલગ ફૂલ અને ફ્રૂટના આકારમાં બાળકો માટે જ ખાસ તૈયાર કરવામાં આવ્યા હોય છે. 


માંગલિક દીવા

માંગલિક પૂજા માટે સ્વસ્તિક, શંખ, તથા ગણપતિના આકારના દીવડાં પણ આ વખતે એકદમ ડિમાન્ડમાં છે.  આ વખતે માર્કેટમાં જે દીવા તથા ફાનસ વેચાય છે તેનો તમે દીવાળી ઉપરાંત પણ સજાવટ તરીકે કલાત્મક ઉપયોગ કરી શકશો.

ડિઝાઇનર દીવાના માર્કેટમાં તમને પાંચ રૂપિયાના દીવાથી માંડીને 550 રૂપિયા સુધીના દીવા અને માટીના ઝૂમ્મરનું અપાર વૈવિધ્ય મળી રહેશે.


MP / YS

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %