Home» Business» Commerce Services» Gcci launch women clinic

જીસીસીઆઇમાં શરૂ થશે વુમન બિઝનેસ ક્લિનિક

જીજીએન ટીમ દ્વારા | May 17, 2013, 12:59 PM IST

અમદાવાદ : ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ  અને ચેમ્બરની મહિલા પાંખ દ્વારા બિઝનેઝ તરફ ડગ માંડવા માંડતી સ્ત્રીઓને મદદરૂપ થવા માટે શહેરમાં મહિલા ઉદ્યોગ સાહસિકો માટે બિઝનેઝ ક્લિનિકની શરૂઆત કરવામાં આવશે. આ હેલ્પ ડેસ્કનું ઉદ્ધાટન 20મી મેના રોજ એજ્યુકેશન વુમન અને ચાઇલ્ડ ડેવલપમેન્ટ વિભાગના મંત્રી શ્રીમતી વસુબહેન ત્રિવેદી અને અમદાવાદ શહેરના મેયર મીનાક્ષી પટેલ દ્વારા કરવામાં આવશે.

આ બિઝનેસ ક્લિનિકનો ફાયદો એ રહેશે કે, ચેમ્બર ઓફ કોમર્સમાં સભ્ય ન હોય તેવી સ્ત્રીઓ પણ જો વ્યવસાય શરૂ કરવા ઇચ્છતી હોય તો તેઓ પણ અહીંથી મદદ મેળવી શકશે. અહીં મલ્ટિલેવલ માર્કેટિંગનું કૌશલ્ય પણ શીખવવામાં આવશે. આ ઉપરાંત ગારમેન્ટ, ફૂડ, જ્વેલરી અને રેસ્ટોરાંના ક્ષેત્રને અત્યારે વધારે પસંદ કરવામાં આવશે.

બિઝનેઝ ક્લિનિક ફોર વુમન એન્ટરપ્રિન્યોર્સમાં સ્ત્રીઓને બિઝનેઝ માટેના જે કોઈ પ્રશ્ન હશે તેને નોંધીને જે તે ક્ષેત્રના નિષ્ણાતો તેના વિશે માર્ગદર્શન પણ આપશે.


MP / YS

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %