રાજકોટમાં રેપ અને ગેંગરેપની ઘટના બની...
રાજકોટ : રાજકોટમાં નવલા નોરતા દરમિયાન એક રેપ અને ગેંગરેપનો બનાવ નોંધાતા ભારે ચકચાર મચી જવા પામી છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની કથળથી પરિસ્થિતિને કારણે પોલીસ સામે વેધક પ્રશ્નો ઉભા કરી દીધા છે. બનાવની વિગતમાં શહેરના કોઠારીયા રોડ ઉપર રહેતી એક તરૂણી છઠ્ઠા નોરતે માતાજીની ગરબી જોવા માટે ઘરેથી નીકળી હતી ત્યારે બે નરાધમોએ તેનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ કર્યુ હતું. પોલીસે બન્ને અપરાધીઓની ધરપકડ કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે બીજી બાજુ શહેરના થોરાળા પોલીસ સ્ટેશનમાં એક ગેંગરેપની ઘટના ઘટતા શહેરમાં સનસનાટી મચી જવા પામી છે. જેમાં એક સગીર સહીત છ લોકોએ એક માનસિક બિમાર પરણિતાને નાસ્તાની લાલચ આપી અવાવરું મકાનમાં રાખી સતત બે દિવસ સુધી આરોપીઓએ બળાત્કાર ગુજરી હીન કૃત્ય આચર્યું હતું. પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઇને કૃત્ય કરનાર આરોપીઓ પૈકી 5 આરોપીઓને ઝડપી લીધા છે. હજુ પણ એક આરોપી ફરાર હોય આજ સાંજ સુધીમાં પકડાઇ જાય તેવી શક્યતા છે.
શહેરના રાંદરડા તળાવ નજીક આવેલ મફતીયાપરામાં પિયરમાં રહેતી 20 વર્ષીય માનસિક અસ્થિર પણિણીતા ગત 13મીના રોજ સાંજે ગરબા જોવા ગઇ હતી. આ પરિણીતાને માનસિક બિમારી હોવાથી તેના સાસરિયાઓએ તેના મા-બાપના ઘરે મૂકી ગયા હતા. આ પરિણીતા ઘરે પરત નહી આવતા મા-બાપ શોધવા નીકળ્યા ત્યારે નજીકના એક અવાવરૂ મકાનમાં અસ્તવ્યસ્ત હાલતમાં હોવાનું જાણવા મળતાં ત્યાં દોડી ગયા હતા. મકાનમાં ગાદલા સહીત નાસ્તો પણ ત્યાં મળી આવ્યો હતો. પરિણીતાને ઘરે લઇ જઇ પુછતાછ કરતાં તેણે ઘરની પાસે રહેતો નાઠો કોળી નામના યુવાને તેને નાસ્તાની લાલચ આપી ત્યાં લઇ જઇને તેની સાથે અન્ય પાંચ શખ્સોએ ત્રણ દિવસ સુધી બળાત્કાર ગુજાર્યા હોવાનું જણાવતાં તેઓ હતપ્રત થઇ ગયા હતા. ત્યાર બાદ યુવતીને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરીયાદ નોંધી તમામ આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
થોરાળા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત ઓપરેશનથી પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. પકડાયેલા પાંચ આરોપીઓ પૈકી એક સગીર વયનો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ગેંગરેપનો મુખ્ય સુત્રદાર યુવરાજનગર વિસ્તારનો નાઠો કુકડિયા-કોળી, તેનો ભાઇ વિક્રમ કુકડિયા સહીત પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. જ્યારે એક આરોપીની શોધખોળ ચાલી રહી છે. રાજકોટ શહેરમાં નોરતા દરમિયાન એક રેપ અને એક ગેંગરેપની ઘટના ઘટતા શહેરમાં ભારે ચકચાર મચી ગઇ છે. જ્યારે કૃત્ય આચરનાર આરોપીઓને તાકીદે ફાંસીની સજા આપવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
JJ/DT

GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 79.91 % |
નાં. હારી જશે. | 19.44 % |
કહીં ન શકાય. | 0.65 % |
Reader's Feedback: