ભંગદરની બિમારીનો સચોટ ઈલાજ આયુર્વેદની ક્ષારસુત્ર પધ્ધતિ છે. ભંગદર એવી બિમારી છે કે જે શરમના કારણે કોઈને કહી શકાતી નથી. આ બિમારીનો સચોટ લાઈજ ન થતા કેટલાક દર્દીઓ શરમના કારણે આ રોગ અંગેની કોઈને જાણ કરતા નથી. લેબોરેટરી ટેસ્ટમાં પણ ઘણી વખત આ બિમારી શોધી શકાતી નથી.
ભારતની પ્રાચીન પધ્ધતિથી વિનામુલ્યે ભગંદરના રોગની નિદાન અને સારવાર જામનગરની આયુર્વેદ હોસ્પિટલમાં થાય છે. આ હોસ્પિટલમાં દર વર્ષે પ૦ જેટલા ભંગદરના ઓપરેશન થાય છે. ૧૯૩પમાં યુનિ.ની સ્થાપના થયા બાદ અહીં ભંગદરના દર્દની વિનામુલ્યે સારવાર થાય છે.
અહીં ડીપાર્ટમેન્ટ ઓફ શાલ્યતલ્યા છે. જેનો પોસ્ટ ગ્રોજયુએટ ટીચીંગ એન્ડ ટ્રેનીંગ ઈન્સ્ટીટયુટમાં સમાવેશ થાય છે. ઈન્ચાર્જ હેડ અને એસોસીએટ પ્રોફેસર ડો.એસ.કે. ગુપ્તા, આસી. પ્રોફેસર ડો.વ્યાસદેવ મહંત અને ડો.ટી. એસ. દુધમલની ટીમ અહીં સેવા આપે છે.
ડો.ગુપ્તાના જણાવ્યા અનુસાર ભગંદરની ક્ષારસુત્ર પધ્ધતિને વિદેશી સર્જનોએ અપનાવી છે. જાપાન, ફ્રાંસમાં તથા ભારતમાં અમદાવાદ, બનારસ, ચંદીગઢ અને દિલ્હીમાં આ પધ્ધતિએ સારવાર થઈ રહી છે. મોર્ડન પધ્ધતિમાં આ દર્દ બીજીવાર થવાની શકયતા છે અને તેની આડ અસર થતી હોય છે.
જયારે આયુર્વેદ પધ્ધતિથી બીજીવાર દર્દ થતુ નથી અને કોઈ જ આડ અસર થતી નથી. આ બિમારી લાંબાગાળે દુર કરવી મુશ્કેલી બની જતી હોય છે. સચોટ નિદાનના કારણે આ બિમારી વધતી જાય છે. દર્દીઓ આર્થિક, માનસિક અને શારીરીક થાક અનુભવતા હોય છે. જાણકારીના અભાવે પણ દર્દીઓ આ બિમારીનો ઉપચાર કરાવતા હોતા નથી.
જામનગરની એક ખાનગી બેંકના એકાઉન્ટન્ટ બ્રાંચ મેનેજર હિમાંશુ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે મને છ મહિનાથી ભંગદરની બિમારી હતી. ચાર ડોકટરોને બચાવ્યું અને દવા તથા ઈન્જેકશનો લેવા છતાં પરિણામ શુન્ય આવ્યું હતું. અંતે આયુર્વેદ પધ્ધતિએ ભંગદરની સર્જરી કરાવી સારવાર લીધી. આ બિમારી દુર થઈ ગઈ છે.
જામજોધપુરમાં દરજી કામ કરતા પ૧ વર્ષના વલ્લભભાઈ ટાંક કહે છે છેલ્લા બે વર્ષથી હું ભંગદરની બિમારીથી પીડાઉં છુ. બે વખત સર્જરી કરાવ્યા બાદ સારુ ન થતા હવે આયુર્વેદ પધ્ધતિએ સર્જરી કરાવી છે. છેલ્લા ચાર વર્ષથી ભંગદરની બિમારીથી પીડાતા ૩૦ વર્ષના રાજેશભાઈ પરમારે ત્રણ વખત સર્જરી કરાવ્યા બાદ આયુર્વેદ હોસ્પિટલમાં સર્જરી કરાવી છે. ઉપરાંત ૩૦ વર્ષના પ્રશંજીત નંદી કલકતાથી આયુર્વેદ પધ્ધતિએ ઓપરેશન કરાવવા જામનગર આવ્યા છે.
Reader's Feedback: