Home» Social Media » Facebook Funda» Facebook messengers new free phone call app

ફેસબુક મેસેન્જર દ્વારા મફતમાં ફોન થઈ શકશે

એજન્સી | March 12, 2014, 06:31 PM IST

નવી દિલ્હી :
સોશિયલ  નેટવર્કિંગ સાઈટ ફેસબુક દ્વારા નવું ફીચર શરૂ કરવામાં આવ્યું છે. જેનું નામ ફેસબુક મેસેન્જર છે. જેના દ્વારા ફ્રી ફોન કોલ થઈ શકશે. આ સેવા માત્ર એન્ડ્રોઈડ ફોન પર જ ઉપલબ્ધ બનશે.
 
ફેસબુકના 120 કરોડથી વધુ યુઝર માટે વિનામુલ્‍યે ફોન કોલ્‍સની સુવિધા આપવામાં આવી છે અને આનો અમલ પણ શરૂ થઇ ગયો છે. વોઇસ કોલની સુવિધાથી ફોન પણ થઈ શકશે. આ ફીચરની ખાસિયત એ છે કે ઓછી સ્‍પીડમાં પણ ચાલે છે ઉપરાંત અવાજ પણ એકદમ સ્પષ્ટ આવે છે. નવા ફીચરથી ફેસબૂક એકાઉન્‍ટ ધરાવનારા યુઝરો અંદરોઅંદર વિનામૂલ્‍યે ફોનથી અનલીમીટેડ વાત કરી શકશે.
 
પોતાના ફેસબુક એકાઉન્‍ટ ખોલીને જેને પણ કોલ કરવો હોય તેની મેસેજ માટેની પર્સનલ વિન્‍ડો ખૂલી હોવી જોઇએ. તેના ઓપ્‍શન મેનુમાં જવાથી ‘ફ્રી કોલ' લખેલું ઓપ્‍શન આવશે. જેના પર કલીક કરવાથી સામેના ફેસબૂક યુઝર સાથે  કોલ જોડાઇ જશે.
 
આ ફ્રી સર્વિસથી ફેસબુક યુઝરની પ્રાઇવેસી અંગે પણ કેટલાંક સવાલ ઉભા થયા છે. કોઇપણ ફેસબૂક યુઝર એકબીજાના ફ્રેન્‍ડ લિસ્‍ટમાં હોય તેને કોઇપણ સમયે કોલ કરી શકે છે. અત્‍યારે બીટા વર્ઝનમાં હોવાથી ફ્રેન્‍ડ લીસ્‍ટમાં નામ ન હોય તેવા ફેસબૂક યુઝરને પણ કોલ કરો તો લાગી જાય છે. આ ગંભીર બાબત અંગે ફેસબુકે વિચારવું પડશે તેમ મનાય છે.   આમ ફેસબુક દ્વારા ફ્રી કોલ્‍સની સુવિધા વિશ્વભરમાં તહેલકો મચાવી દેશે તેવું લાગી રહયું છે. દેશ-વિદેશ કોઇપણ જગ્‍યાએ તમે ફ્રી વાતચીત કરી શકો તેવી સુવિધા ફેસબૂકના કરોડો યુઝર માટે મળતી થઇ ગઇ છે.  જો કે આવી બીજી એપ્‍લીકેશનો પણ બજારમાં છે પરંતુ ફેસબુક પાસે કરોડો યુઝરનો મોટો સમુહ હોવાથી ફેસબુકમાં આ સુવિધા જબરજસ્‍ત ફેલાવો કરશે તેમ મનાય છે.
 
ફેસબુક મેસેન્જરમાં પહેલાંથી જ ચેટ, ફોટો તથા વોઈસ મેસેજ શેર કરવાનું ફીચર છે. આ પહેલાં જ પણ એવા ઘણાં એપ્લિકેશન છે જે ફ્રી ફોન કોલિંગની સુવિધા આપે છે. જેમાં બીબર, વી ચેટ તથા લાઈન પહેલાંથી જ ખૂબ લોકપ્રિય છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %