Home» Social Media » Facebook Funda» Facebook buries messenger for windows

વિન્ડોઝમાંથી ફેસબુક મેસેન્જર બંધ થશે

એજન્સી | February 28, 2014, 06:35 PM IST

વોશિંગ્ટન :
વોટ્સએપને ખરીદ્યા બાદ ફેસબુક એક પછી એક કદમ પગલાં ભરી રહી છે. પહેલા ઈમેલ સેવા બંધ કર્યાની જાહેરાત કર્યા બાદ હવે ફેસબુક દ્વારા વિન્ડોઝ અને ફાયરફોક્સ માટે પોતાની ડેસ્કટોપ મેસેન્જર સેવા 3 માર્ચ, 2014થી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
 
પીસી વર્લ્ડની માહિતી પ્રમાણે ફેસબુક મેસેન્જરે બે વર્ષ પહેલાં વિન્ડોઝમાં પગ માંડ્યો હતો અને હાલમાં તેના એક મિલિયનથી પણ વધારે વપરાશકારો છે. વિન્ડોઝ માટે ફેસબુક મેસેન્જર બંધ કરવાનું કોઈ કારણ આપવામાં આવ્યું નથી. પરંતુ આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ફેસબુક વિન્ડોઝ ફોન માટે ડેડિકેટેટ મેસેન્જર એપ પર કામ કરી રહી છે.
 
માઈક્રોસોફ્ટના કોર્પોરેટ વાઈસ પ્રેસિડેન્ટ અને વિન્ડોઝ ફોન મેનેજર જો બેકાયોરેને મોબાઈ વર્લ્ડ કોંગ્રેસ 2014માં જણાવ્યું હતું કે અમે ફેસબુકની સાથે મળીને તેના ઈમ્પ્લિમેન્ટેશન ટેસ્ટિંગ પર કામ કરી રહી છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %