Home» Business» Commerce Services» Every citizen of india will have bank account

2016 સુધીમાં દેશના દરેક નાગરિક પાસે બેંક ખાતું હશે

એજન્સી | January 09, 2014, 04:16 PM IST

નવી દિલ્હી :
જો તમે તમારી પાસે બેંક એકાઉન્ટ ન હોય તો તમારે હેરાન થવાની જરૂર નથી. થોડા જ દિવસોમાં ભારતનો દરેક નાગરિક બેંક એકાઉટ ધરાવતો હતો.  રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની એક પેનલે એક સૂચના આપી છે કે 2016 સુધીમાં દેશના દરેક નાગરિક પાસે બેંક એકાઉન્ટ હોવું જોઈએ અને તે માટે એક વિશેષ બેંક ખોલવામાં આવે. જેમાં ઓછી આવક ધરાવતા લોકો પણ પૈસા જમા કરાવી શકે.
 
આરબીઆઈની પેનલની સુચના પ્રમાણે પૈસા ભરવા અને ઉપાડવા માટે બેંકની સુવિધા ગ્રાહકના ઘરથી વધુમાં વધુ 15 મિનિટ દૂર હોવી જોઈએ. પેનલના પ્રમુખ નચિકેત મોરે કહ્યું હતું કે, 1 જાન્યુઆરી, 2016 સુધી જે નાગરિકની ઉંમર 18 વર્ષની હશે, તેની પાસે પોતાનું સુરક્ષિત અને ઇલેકટ્રોનિક એકાઉન્ટ હોવું જોઈએ. મોર આઈસીઆઈસીઆઈ બેંકમાં પૂર્વ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હતા. દેશમાં બેંકિંગ ગતિવિધિઓને પ્રોત્સાહન મળે તે હેતુથી આરબીઆઈના ગવર્નર રઘુરામ રાજને આ કમીટી બનાવી હતી.
 
પેનલે એવું સૂચન પણ કર્યું છે કે, બેંકે નાના વ્યાપારીઓ અને ઓછી આવક ધરાવતાં લોકો પણ બેંકિંગ સુવિધાનો લાભ લઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. આવી બેંકોમાં કોઈપણ વ્યક્તિ મહત્તમ 50,000 રૂપિયા જમા કરાવી શકે. આવી બેંકો 50 કરોડ રૂપિયાની ખોલી શકાશે. જોકે, તમામ પ્રકારની સેવા આપતી બેંક ખોલવા માટે 500 કરોડ રૂપિયાની જરૂર હોય છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %