દ્વારકાધીશજી મંદિરમાં હોળી અને ધૂળેટી પર્વ ધામધૂમથી ઉજવાશે અને ભાવિકોમાં ભારે ઉત્સાહ છવાયો છે. શ્રી દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિ - દ્વારકાની યાદીમાં જણાવવામાં આવ્યુ છે કે, શ્રી દ્વારકાધીશ મંદિરમાં ‘‘ફુલડોલ ઉત્સવ'' નિમિતે શ્રીજીના દર્શન કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે.
શ્રી દ્વારકાધીશ મંદિર દ્વારકામાં તા. 16ને રવિવારના રોજ હોળી પર્વ અને તા. 17ને સોમવારે શ્રીજીનાં ફુલડોલ ઉત્સવ ધૂળેટી પર્વ નિમિતે યોજાશે જેથી સમયમાં ફેરફાર કરાયો છે.
જે અંતર્ગત તા. ૧૬ને રવિવારે હોળી અંતર્ગત શ્રીજીની મંગલાઆરતી સવારે ૬ વાગ્યે અનોસર મંદિર બંધ બપોરે ૧ કલાકે કરાશે અને સાંજના દર્શન નિત્યક્રમ મુજબ રહેશે.
જયારે તા. ૧૭ને સોમવારે ધૂળેટી પર્વમાં ફુલડોલ ઉત્સવમાં શ્રીજીની મંગલા આરતી સવારે ૬ વાગ્યે અનોસર મંદિર બંધ બપોરે ૧ વાગ્યે શ્રીજીનાં ફુલડોલ ઉત્સવ દર્શન બપોરે ૨ થી ૪ સુધી યોજાનાર છે.
શ્રી દ્વારકાધીશ મંદિરમાં ફુલડોલ ઉત્સવમાં ઉત્થાપન દર્શન સાંજે ૫:૩૦ વાગ્યે થશે. જયારે અનોસર (મંદિર બંધ) નિત્યક્રમ મુજબ કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે દ્વારકાધીશજીનાં સાનિધ્યમાં દર વર્ષે હોળી - ધૂળેટી પર્વ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાનાર છે. જેના માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે અને અનેક વિસ્તારોમાંથી પદયાત્રિકો, સાયકલ યાત્રિકો, પાત્રા સંઘ જોડાય છે.જેથી રવિવાર અને સોમવારના રોજ દ્વારકાધીશજીના દર્શને મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે. શ્રી દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિ - દ્વારકા દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી છે.
AI/RP
Reader's Feedback: