દ્વારકાધીશ મંદિર પર ચડાવાયેલી ચાંદીની ધ્વજાજીની માલિકી હકક મુદ્દે ધ્વજાની વિધી કરાવતા અબોટી બ્રાહ્મણો અને મંદિરનો વહીવટ સંભાળતી દેવસ્થાન સમિતિ વચ્ચે ટકરાવ થતાં વિવાદ સર્જાયો છે. જિલ્લા સમાહર્તા સમક્ષ પહોંચેલા વિવાદમાં અબોટીઓને નોટીસ પાઠવવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
હિન્દુ ધર્મમાં ચારધામ પૈકીના એક એવા દ્વારકાધામના જગતમંદિરના શિખર પર ધ્વજાજી ચડાવવાનું અનેરૂ મહાત્મય છે. આસ્થાના આ કેન્દ્રનું દર વર્ષે મહત્વ વધતું જ આવ્યું છે. જયારે તાજેતરમાં જ શ્રાવીકો દ્વારા ચાંદી પર મઢેલા ધ્વજાજી મંદિરના શિખર પર ચડાવવામાં આવ્યા હતાં.
ભાવનગરના નવા સાંગણા ગામના અંબીકા આશ્રમના ભાવિકોએ અનેરી આસ્થા સાથે ગત સોમવારે ૧૧ કીલો ચાંદીની ચડાવેલી ધ્વજાના માલીકીના હકક મુદે વિવાદ સર્જાયો છે. પ૦ ગ્રામ સોનાથી ધ્વજાજી પર જયશ્રી દ્વારકાધીશ પણ સુશોભીત કરવામાં આવ્યું છે. સોના-ચાંદીથી મઢેલી ધ્વજાજી ચડાવવાની શાસ્ત્રોકત વિધિ પૂર્ણ થયા બાદ ધ્વજાજી ચડાવવાની વિધી કરતા અબોટી સમાજ અને મંદિર દેવસ્થાન સમિતિ વચ્ચે માલીકીના હકક મુદે છેડાયેલો વિવાદ વધુ ગહેરાયો છે.
હાલ આ સમગ્ર પ્રકરણ જિલ્લા કલેકટર સમક્ષ મુકવામાં આવ્યું છે. જિલ્લા સમાહર્તા એ વહીવટદાર અને પ્રાંત અધિકારીને આ બાબતે કાનૂની કાર્યવાહી કરવા સૂચન કર્યું છે.
પોલીસમાં જાણ કરાઇ છે : એસડીએમ
ચાંદીના ધ્વજાજીની માલીકી મુદ્દે સર્જાયેલી મડાગાંઠ બાદ ધ્વજાજીનો કબ્જો હાલ અબોટીઓએ સંભાળ્યો છે. આ બાબતે મંદિર દેવસ્થાન સમિતિના વહીવટદાર અને પ્રાંત અધિકારી પંકજ વ્યાસે સમગ્ર બનાવ અંગે પોલીસને જાણ કરી છે. ઉપરાંત સરકારી વકીલનો પણ અભિપ્રાય લેવાયો હોવાનું ઉર્મેયુ હતું.
સોનાની ધ્વજાનો વિવાદ કોર્ટમાં
દ્વારકાધીશ મંદિરે ભૂતકાળમાં એક ભાવિક દ્વારા સોનાથી મઢેલા ધ્વજાજી ચડાવવામાં આવ્યા હતા. જેની માહિતી હકક મુદે અબોટી સમાજ અને દેવસ્થાન સમિતિ વચ્ચેનો વિવાદ હાલ કોર્ટમાં ચાલી રહયો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે વધુ એક વિવાદ થતાં જુનુ પ્રકરણ પુન: તાજુ થયું છે. સામાન્ય રીતે આ ર્તીથધામની ગરીમા હંમેશા જળવાયેલી રહે છે અને વિવાદના બનાવો બનવા પામતા નથી.
આ રીતે મંદિરની વ્યવસ્થા
દાન પેટી, રોકડ પર ગુગળી સમાજ, ધ્વજાજી પર અબોટી અને સોના-ચાંદીની વસ્તુઓ પર દેવસ્થાન સમિતિના હકક-હિસ્સા થતા હોવાનું જાણવા મળ્યું છે. આ વ્યવસ્થામાં અંતરાય આવતા વધુ એક વિવાદ સર્જાયો છે.
AI/RP
Reader's Feedback: