ભાઈ- બહેનનાં સ્નેહને વાચા આપતું પર્વ રક્ષાબંધન સાવ નજીક છે ત્યારે બજાર અવનવી ડિઝાઇનર રાખડીઓથી છલકાઈ ઊઠ્યું છે. આમ તો રેશમની આ દોરીને બહેન સાદી નાડાછડી કે નાના ગોટા તરીકે બાંધી દે તો પણ ભાઈ સ્વીકારવાનો જ છે, પરંતુ સ્નેહ છલકાવતી બહેન પણ હવે ભાઈને અવનવી ડિઝાઇનની રાખડી બાંધવાનું જ પસંદ કરે છે.
બહેનો રાખડીઓની ડિઝાઇનમાં પણ વેરાઇટી માંગતી હોવાથી બજારમાં જુદી જુદી ડિઝાઇનની રાખડીઓનું રીતસર પ્રદર્શન લાગેલું હોય તેવું લાગે છે. એક રાખડી જુઓને બીજી ભૂલો એટલી બધા રંગો, ડિઝાઇન્સ અને મિટિરિયલમાં બજારમાં રાખડી મળે છે.
દર વર્ષે રક્ષાબંધનના પર્વે બજારમાં નવી નવી રાખડીઓ આવતી હોય છે. ચાલો જોઈએ આ વખતે રક્ષાબંધનમાં કેવી રાખડીઓ છવાશે.
આ વર્ષે મોતીકામની ડિઝાઇન રાખડીઓમાં વધુ જોવા મળી રહી છે. સાથે સાથે કોટન કે સૂતરનાં તાંતણાને બદલે હેવી રંગબેરંગી દોરાનો ઉપયોગ કરીને બનાવેલી રાખડીઓ પણ બજારમાં મળે છે.
રાખડીઓની ડિઝાઇનમાં એક ખાસિયત એ જોવા પણ મળશે કે દર વર્ષની જેમ ડાર્ક રંગને બદલે લાઇટ અન પેસ્ટલ કલરની રાખડીઓ પણ બજારમાં આવી છે જે બ્રેસલેટ તરીકે પણ પહેરી શકાય છે.
રક્ષાબંધન માંગલિક અને શુભ તહેવાર હોવાથી રાખડીઓમાં સાથિયા, લક્ષ્મીજી તથા ગણપતિ કે ઓમ હોય તેવી ડિઝાઇનની રાખડી મળે છે. આ ઉપરાંત ચંદન, કકું અને અક્ષત લગાવેલા હોય તેવી રાખડીઓ પણ મળે છે.
આ ઉપરાંત જરીકામ કે જરદોસીવાળી રાખડીઓની સાથે સાથે મોતી, ડાયમંડ અને જડતરવાળી ડિઝાઇનની રાખડીઓ પણ બજારમાં આવી ગઈ છે.
રક્ષાબંધનમાં રાખડીની સાથે સાથે તમે ઇચ્છતા હો કે સજાવટ કરેલી પૂજનની થાળી પણ જોઈએ છે તો એ પણ મળી રહે છે તેમાં ગણપતિ, દીવી, સજાવેલું નાળિયેર અને કંકાવટી સેટ કરેલાં જ હોય છે.
આ ઉપરાંત ડ્રાયફ્રૂટ તથા લવિંગ, ઇલાયચી જેવા તેજાનાથી બનાવેલી સુગંધિત રાખડીઓની વેરાઇટી પણ જોવા મળશે. બધી જ રાખડીઓ ત્રણ ,પાંચ કે દસ રૂપિયાની કિંમતથી માંડીને 150 રૂપિયા સુધીની કિંમતની મળે છે.
અમદાવાદમાં તથા ગુજરાતમાં છેલ્લા એક વર્ષથી લુમ્બા રાખડીઓ પણ જોવા મળી રહી છે. આમ તો લુમ્બા રાખડી રાજસ્થાનમાં ભાભીને બાંધવામાં આવે છે. ભાઈને જેવી રાખડી બાંધો તેવી જ ડિઝાઇનનું લટકણ એટલે લુમ્બા રાખડી. જે જરી,ટીકી, મોતી, બિડ્સ, ડાયમંડ વગેરેથી એકદમ સરસ રીતે બનાવવામાં આવે છે.
લુમ્બાની બનાવટ અને ફિનિશિંગ એકદમ આકર્ષક હોવાથી ગુજરાતી મહિલાઓ પણ તે ખરીદીને ભાભીને બાંધતાં હોવાથી આ વખતે લુમ્બા રાખડીઓનું વેચાણ પણ વધ્યું છે તેના ભાવ 30 રૂપિયાથી માંડીને 75 રૂપિયા સુધીના હોય છે.
MP / YS
પ્રેમને પોષતી ડિઝાઇનર રાખડી
અમદાવાદ :
Related News:
- રાહુુલ દલિતોના ઘરે હનીમૂન અને પિકનીક મનાવવા જાય છે: રામદેવ
- જી રોહિણી દિલ્હી હાઈકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બન્યા
- ઘોર કળિયુગ! માતાએ સગીર દીકરીઓને મા બનવાનું કહ્યું
- બાળકના ઉછેર માટે મહિલાઓ બે વર્ષની રજા લઈ શકેઃ સુપ્રીમ કોર્ટ
- ઈરાની મહિલાઓને બુરાખામાં ઢંકાઈ રહેવું પસંદ નથીઃ ફેસબુક સર્વે
- રાજસ્થાનમાં હોડી ઉંધી વળી જતાં 11નાં મોત
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 79.00 % |
નાં. હારી જશે. | 20.36 % |
કહીં ન શકાય. | 0.64 % |
Reader's Feedback: