Home» Business» Comodity» Cotton production pegged at 376 lakh bales

ચાલુ વર્ષે 376 લાખ ગાંસડી કપાસનું ઉત્પાદન થવાનો અંદાજ

એજન્સી | March 31, 2014, 04:43 PM IST

નવી દિલ્હી :
આંધ્રપ્રદેશ તથા મહારાષ્ટ્રમાં કપાસના સારા પાકના પગલે આ વર્ષે દેશમાં કપાસનું કુલ ઉત્પાનદ 376 લાખ ગાંસડી થવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. જે ગત વર્ષ કરતાં 15 લાખ ગાંસડી વધારે હોવાનું અનુમાન છે. 
 
ભારતીય કપાસ મહાસંઘ (આઈસીએફ)ના અધ્યક્ષ જે તુલાસિદ્ધરણે જણાવ્યું હતું કે, આંધ્રપ્રદેશ તથા મહારાષ્ટ્રમાં કપાસના સારા પાકના અંદાજને લઈને દેશમાં કપાસમાં કુલ ઉત્પાદનમાં વધારો થવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આંધ્રપ્રદેશમાં કપાસ ઉત્પાદનમાં સુધારો જોવા મળ્યો છે. અહીંનો પાક કોઈપણ કારણોથી પ્રભાવિત થયો નથી, જ્યારે મહારાષ્ટ્રમાં કપાસના ઉત્પાદન તથા ગુણવત્તામાં નોંધનીય સુધારો આવ્યો છે.
 
નોંધનીય છે કે કપાસનું વર્ષ ઓક્ટોબરથી સપ્ટેમ્બર સુધી ગણાય છે. આ વર્ષે ગુજરાતમાં સૌથી વધુ 120 લાખ ગાંસડી કપાસનું ઉત્પાદન થવાનું અનુમાન છે, જે ગત અનુમાન કરતાં 5 લાખ ગાંસડી ઓછી છે. મહારાષ્ટ્રમાં ગત અનુમાન 70 લાખ ગાંસડીનું તે વધીને આ વર્ષે 80 લાખ ગાંસડી થવાનો અંદાજ છે.  આંધ્રપ્રદેશમાં આ પહેલાં 65 લાખ ગાંસડીનું ઉત્પાદન થવાનું અનુમાન હતું જે હવે 73 લાખ ગાંસડી થશે તેવો અંદાજ છે. તામિલનાડુ અને ઓડિશામાં ક્રમશઃ પાંચ લાખ અને ત્રણ લાખ ગાંસડી કપાસ ઉત્પાદન થવાનું અનુમાન છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %